PF Rule Update: ઈ-નોમિનેશન કરીને મેળવો 7 લાખ રૂપિયાના ઇન્શ્યોરન્સ અને પેંશનનો લાભ

ઈ-નોમિનેશન કરીને મેળવો 7 લાખ રૂપિયાના ઇન્શ્યોરન્સ અને પેંશનનો લાભ - (પ્રતિકાત્મક તસવીર)

હાલમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના સદસ્ય પીએફ, પેન્શન(EPS) અને વીમાના લાભ માટે તમારું નોમિનેશન ઓનલાઇન કરી શકો છો.

  • Share this:
હાલમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના સદસ્ય પીએફ, પેન્શન(EPS) અને વીમાના લાભ માટે તમારું નોમિનેશન ઓનલાઇન કરી શકો છો. જો તમે વિચારી રહ્યા છો કે ઈ-નોમિનેશન કઇ રીતે કરવું, તો અમે તમને અહીં સમગ્ર પ્રક્રિયા સમજાવવા જઈ રહ્યા છીએ.

સ્ટેપ 1 – સૌથી પહેલા EPFOની ઓફિશ્યલ વેબસાઇટ epfindia.gov.in ઓપન કરો.

સ્ટેપ 2 – Service ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3 – તમને નવા ઓપ્શન દેખાશે જેમાંથી For Employees સિલેક્ટ કરો.

સ્ટેપ 4 - Member UAN/ Online Service (OCS/OTP) પર ક્લિક કરો.

સ્ટેપ 5 – UAN અને પાસવર્ડ સાથે લોગીન કરો.

સ્ટેપ 6 - Manage Tabમાં E-nomination વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 7 – તમને Provide Details દેખાશે, હવે SAVE પર ક્લિક કરો.

સ્ટેપ 8 – ફેમિલીની માહિતી અપડેટ કરવા Yes પર ક્લિક કરો.

સ્ટેપ 9 - Add Family Details પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો. અહીં તમે એક કરતા વધુ નોમિની ઉમેરી શકો છો.

સ્ટેપ 10 – હવે Nomination Details પર ક્લિક કરો અને શેર રકમ દાખલ કરો. એક વખત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ Save EPF Nomination પર ક્લિક કરો

સ્ટેપ 11 – હવે E-sign સિલેક્ટ કરો, જેથી તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર પર એક OTP આવશે.

આ પ્રક્રિયા બાદ તમારી ઇ-નોમિનેશન EPFO સાથે રજીસ્ટર થઇ જશે. તેના માટે તમારે નોકરીના કે અગાઉ જે જગ્યાએ નોકરી કરતા હોય તેના કોઇ જ ડોક્યુમેન્ટ મોકલવાના રહેતા નથી. જો કોઇ પણ EPFO મેમ્બરને સમસ્યા આવી રહી છે, તો તેઓ ઓફિશ્યલ વેબસાઇટ epfindia.gov.in પર લોગીન કરી શકે છે.

ઇપીએફ યોજનાના ઘણા લાભો છે. જેમાં ઘર નિર્માણ, લગ્ન, બીમારી, ઉચ્ચ શિક્ષા અને અન્ય વિશિષ્ટ લાભો જેવા કે નિવૃતિ, રાજીનામું અથવા મૃત્યુ પર રકમ સાથે વ્યાજનો સમાવેશ થાય છે. આ સિવાય ઈપીએફના લાભોમાં સુપરએન્યુએશન/નિવૃત્તિ, વિધવા, અકસ્માત અથવા કુદરતી આફત વગેરે માટે માસિક લાભનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Post Office ફ્રેન્ચાઇઝી ખોલો, 8 પાસ પણ ખોલી શકે છે, શું પ્રોસેસ કરવી પડે? કેટલી થાય કમાણી?

ઇપીએફઓ ટૂંક સમયમાં જ નાણાંકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પર વ્યાજ જમા કરે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર આ મહિનાના અંત સુધીમાં 6 કરોડથી વધુ કર્મચારીઓને લાભ મળશે. રિટાયરમેન્ટ બોડીએ નાણાકિય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પર 8.5 ટકા વ્યાજદર યથાવત રાખ્યો છે. કોવિડ-19 મહામારી દરમિયાન સભ્યો દ્વારા વધુ ઉપાડ અને ઓછા યોગદાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
First published: