નવી દિલ્હી. કર્મચારી ભવિષ્ય નિધિ (Employees’ Provident Fund- FPF)ના ખાતાધારક જો તમે પણ છો તો આપના માટે નિયમોમાં થઈ રહેલા ફેરફારો વિશે જાણવું ખૂબ જરૂરી છે. મૂળે, એક નવો નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. આ નવા નિયમનું પાલન કરવું તમામ લોકો માટે અનિવાર્ય છે. જો તમે નિયમનું પાલન નહીં કરો તો આપના ખાતામાં PFના નાણા આવવાનું બંધ થઈ જશે.
PF New Aadhaar Rule: પીએમ ખાતા સાથે આધાર લિંક કરવું જરૂરી
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees' Provident Fund Organisation- EPFO)એ મૂળે આધાર કાર્ડ (Aadhaar Card)ને પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (Provident Fund Account) સાથે લિંક કરવાનું અનિવાર્ય કરી દીધું છે. આ નિયમ પહેલી સપ્ટેમ્બર, 2021થી લાગુ થઈ જશે. આ નિયમ હેઠળ આપને PF UANને આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક કરવાનું રહેશે.
નોંધનીય છે કે, આ પહેલા આધાર કાર્ડ (Aadhaar Card) ને પીએફ એકાઉન્ટ (PF Account) સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 1 જૂન, 2021 રાખવામાં આવી હતી. બાદમાં તેને લંબાવીને 1 સપ્ટેમ્બર, 2021 કરવામાં આવી હતી. શ્રમ મંત્રાલયે નવા નિયમો માટે કોડ ઓફ સોશિયલ સિક્યુરિટી 2020ના સેક્શન 142માં ફેરફાર કર્યા છે. EPFO નિયમોમાં ફેરફારને લઈ નોટિફિકેશન પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આધાર સાથે પીએફ એકાઉન્ટ લિંક ન કર્યું તો થશે નુકસાન
જો તમે PF UANને આધાર કાર્ડ સાથે 1 સપ્ટેમ્બર, 2021 સુધીમાં લિંક ન કર્યું તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં કોવિડ-19 મહામારીની વચ્ચે અગ્રિમ રકમ ઉપાડવા સહિત ઇન્સ્યોરન્સના ફાયદા વગેરે નહીં મળી શકે. સાથોસાથ નિયોક્તા તરફથી આપના PF Accountમાં આવનારા નાણા પણ રોકાઈ શકે છે.
એવું પણ સુનિશ્ચિત કરો કે, પ્રોવિડન્ટ ફંડ ખાતામાં આપના આધાર કાર્ડ સહિત PAN કાર્ડ, એકાઉન્ટ નંબર વગેરે અપડેટ હોય. જો આપનો મોબાઇલ નંબર બદલાયો છે તો તેને પણ પીએફ એકાઉન્ટમાં અપડેટ કરાવવો જરૂરી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર