નવી દિલ્હી : પીએફ એકાઉન્ટ હોલ્ડર્સ માટે આ સમાચાર ખુશખબરીથી ઓછા નથી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન નાણાકીય વર્ષ 2019-20 માટે ઈપીએફ પર નક્કી 8.5 ટકા વ્યાજને એક સાથે ચૂકવણી કરવાની કોશિશ કરશે. તેમને પોતાના રોકાણ પર નાણાકીય બજારમાંથી શાનદાર રિટર્ન મળવાની અપેક્ષા છે. સૂત્રોએ આ જાણકારી આપી છે.
બે હપ્તામાં વ્યાજની ચૂકવણી કરવાનો નિર્ણય કર્યો
મનીકન્ટ્રોલના રીપોર્ટ અનુસાર, બુધવારે ઈપીએફઓના નિર્ણય લેનાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ બે હપ્તામાં વ્યાજની ચૂકવણી કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે નિર્ણય કર્યો હતો કે, નાણાકીય વર્ષ 2019-20 માટે ઈપીએફ પર 8.50 ટકાના દરમાંથી 8.15 ટકા વ્યાજની ચૂકવણી થશે. બાકી 0.35 ટકા ચૂકવણી ડિસેમ્બરમાં થશે. આ નિર્ણયથી 6 કરોડ ખાતાધારકોને અસર થશે.
સભ્યોને ભરોસો આપતા ઈપીએફઓના સૂત્રોએ કહ્યું કે, હપ્તામાં ચૂકવણી કરવાની એક માત્ર સલાહ છે. એક વાર નાણા મંત્રાલય આ મામલા પર પોતાનો વિચાર રજૂ કરે તો, અમે એક સાથે વ્યાજની ચૂકવણી કરવાની પૂરી કોશિશ કરીશું. કદાચ આ હપ્તામાં ના આપવામાં આવે.
" isDesktop="true" id="1023934" >
વ્યાજ ચૂકવણીનો આ મુદ્દો ટ્રસ્ટી બોર્ડની બુધવારની બેઠકમાં સૂચીબદ્ધ ન હતો. પરંતુ, કેટલાક ટ્રસ્ટીઓએ પીએફ ખાતામાં વ્યાજ ચૂકવણીમાં મોડુ કર્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેના પર ચર્ચા થઈ. શ્રમ મંત્રી સંતોષ ગંગવાર ટ્રસ્ટી બોર્ડના અધ્યક્ષ છે. બોર્ડે આ વર્ષે માર્ચમાં થયેલી બેઠકમાં ઈપીએફ પર 2019-20 માટે 8.5 ટકાના દરે વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રાલય ગત નાણાકીય વર્ષ માટે પીએપ પર 8.5 ટકાના દરે વ્યાજ આપવાના નિર્ણય પર પહેલાથી જ સહમતી દર્શાવી ચુક્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર