Home /News /business /PF કોન્ટ્રીબ્યુશન, ટેક હોમ સેલેરી, કામના કલાકો : જાણો નવા લેબર લૉ અંતર્ગત શું બદલાવા જઈ રહ્યું છે?

PF કોન્ટ્રીબ્યુશન, ટેક હોમ સેલેરી, કામના કલાકો : જાણો નવા લેબર લૉ અંતર્ગત શું બદલાવા જઈ રહ્યું છે?

શું છે નવો લેબર કાયદો

New Labor Law : કેન્દ્ર સરકાર (The Union ministry of labour and employment) ત્રણ મહિનાની અંદર વેતન, સોશિયલ સિક્યોરિટી, ઈન્ડસ્ટ્રીયલ રિલેશન અને ઓક્યુપેશન સેફટી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ પર ચાર નવા લેબર કોડ લાગુ કરે તેવી શક્યતા

વધુ જુઓ ...
New Labor Law : કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય (The Union ministry of labour and employment) આ વર્ષે 1 જુલાઈથી નવા લેબર કોડ (New labour codes) લાગુ કરી શકે છે. કેન્દ્ર સરકાર ચાર નવા લેબર કોડ તૈયાર કરવા પર કામ કરી રહી છે, જેના અંતર્ગત કર્મચારીના પગાર, તેના પીએફ યોગદાન અને કામના કલાકોના સંદર્ભમાં નોંધપાત્ર ફેરફારો થશે. અહેવાલો મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર શક્ય તેટલી વહેલી તકે લેબર કોડ લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, તેને અમલમાં આવવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે કારણ કે તમામ રાજ્યોએ હજુ સુધી નિયમો તૈયાર કર્યા નથી.

કેન્દ્ર સરકાર ત્રણ મહિનાની અંદર વેતન, સોશિયલ સિક્યોરિટી, ઈન્ડસ્ટ્રીયલ રિલેશન અને ઓક્યુપેશન સેફટી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ પર ચાર નવા લેબર કોડ લાગુ કરે તેવી શક્યતા છે.

શું બદલાવા જઈ રહ્યું છે?

નવા લેબર લો (labour laws) અંતર્ગત કામકાજના દિવસોમાં ફેરફાર (change in workdays)નો અમલ થવાની સંભાવના સૌથી વધુ છે. નવો નિયમ અમલમાં આવ્યા પછી કંપનીઓ કર્મચારીઓને પાંચને બદલે ચાર દિવસ કામ કરાવી શકશે અને સપ્તાહની ત્રણ રજાઓ મળશે. જો કે, તેમાં કર્મચારીઓને રોજના આઠને બદલે 12 કલાક કામ કરવાની જરૂર પડશે. અહીં તેમના કામના કલાકો ઘટાડવામાં આવશે નહીં

અન્ય એક મોટો ફેરફાર ટેક હોમ સેલેરી અને પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીઓ અને એમ્પ્લોયરના યોગદાનનો ગુણોત્તરનો થવા જઈ રહ્યો છે. નવા કોડની જોગવાઈ મુજબ, કર્મચારીનો મૂળ પગાર કુલ પગારના 50 ટકા હોવો જોઈએ. જ્યારે આનો અર્થ એ થશે કે કર્મચારી અને એમ્પ્લોયરના પીએફ યોગદાનમાં વધારો થશે, કેટલાક કર્મચારીઓ ખાસ કરીને જેઓ ખાનગી કંપનીઓમાં કામ કરે છે તેમના માટે ટેક હોમ સેલરી ઘટશે. નવા ડ્રાફ્ટ નિયમોની જોગવાઈઓ હેઠળ નિવૃત્તિ પછી મળેલી રકમ તેમજ ગ્રેચ્યુઈટીની રકમમાં પણ વધારો થશે.

ઉચ્ચ સરકારી અધિકારીએ પીટીઆઈને જણાવ્યા અનુસાર, ચાર લેબર કોડ્સ 2022-23 ના આગામી નાણાકીય વર્ષમાં લાગુ થવાની સંભાવના છે. ઘણા રાજ્યોએ આના પરના ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. કેન્દ્રએ ફેબ્રુઆરી 2021માં આ કોડ્સ પરના નિયમોના ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. પરંતુ લેબર એક કોન્કરન્ટ વિષય હોવાથી, કેન્દ્ર ઇચ્છે છે કે રાજ્યો પણ તેને એક જ વારમાં લાગુ કરે.

આ પણ વાંચોNestle India Price hike: મેગી, નેસ્લે મિલ્ક, નેસકાફે, કિટકેટનો સ્વાદ હવે મોંઘો પડશે? જાણો શું કહ્યુ કંપનીએ

કેન્દ્ર સરકારે 8 ઓગસ્ટ, 2019ના રોજ વેતન સંહિતા (Code on Wages), 2019 અને ઔદ્યોગિક સંબંધો સંહિતા (Industrial Relations Code), 2020, સામાજિક સુરક્ષા સંહિતા, 2020 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી સ્થિતિ સંહિતા એમ ચાર શ્રમ સંહિતાઓને નોટિફાય કરી છે. 13 જેટલા રાજ્યોએ વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી સ્થિતિ સંહિતા પર પહેલેથી જ ડ્રાફ્ટ નિયમો તૈયાર કર્યા છે. જેમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, પંજાબ, મણિપુર, બિહાર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરનો પણ સમાવેશ થાય છે.
First published:

Tags: Business news, Business news in gujarati, Labor, Labor code, New Labor Code, New labor code rules

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો