1 મહિનાની નોકરી બાદ કર્મીનું મોત થાય તો પણ નૉમિનીને PFનું પેન્શન મળશે

પેન્શનલ કર્મચારીના પગાર મુજબ નક્કી થાય છે. આ ઉપરાંત બાળકો 25 વર્ષના થાય ત્યા સુધી પેન્શનની 25 ટકા અમાઉન્ટ દર મહિને મળે છે. નૉમિનીને 6 લાખ રૂપિયાનો ક્લેમ પણ મળે છે.

News18 Gujarati
Updated: February 12, 2019, 12:10 PM IST
1 મહિનાની નોકરી બાદ કર્મીનું મોત થાય તો પણ નૉમિનીને PFનું પેન્શન મળશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 12, 2019, 12:10 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી: જો ચાલુ નોકરી દરમિયાન કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો EPFO તેમના પરિવારને મદદરૂપ થઈ શકે છે. EPFOના નિયમ મુજબ, જો કોઈ એમ્પલોઈનું નોકરીના એક મહિના બાદ પણ મૃત્યુ થાય તો પણ તેના નૉમિનીને પેન્શન મળે છે. પેન્શન કર્મચારીના પગાર મુજબ નક્કી થાય છે. પેન્શન ઉપરાંત બાળકો જો નાના હોય તો તે 25 વર્ષના થાય ત્યા સુધી દર મહિને પેન્શનની 25 ટકા રકમ મળે છે. નૉમિનીને 6 લાખ રૂપિયાનું વીમા કમવર પણ મળે છે. આ ઉપરાંત EPFના અનેક નિયમો છે, જે તમારે જાણવા જોઈએ.

જાણો કેવી રીતે મળશે PF


  • કોઈ પણ PF સબ્સક્રાઇબર બે મહિના સુધી બેરોજગાર રહે ત્યારે પોતાનું ફન્ડ મેળવી શકે છે.

  • જો કોઈ કર્મચારી 5 વર્ષ અથવાતેનાથી વધુ પીએફ કપાવે તો તેના પર ટેક્સ નથી લાગતો.

  • હેલ્થ પ્રોબ્લેમ અથવા એમ્પલોયર દ્વારા વ્યવસાય સંકેલી નાંખવામાં આવે તેવા સંજોગોમાં પણ પીએફ ઉપાડવા પર ટેક્સ નથી લાગતો.

  • ઘરની ખરીદી કરવા માટે કે બાંધકામના ખર્ચ માટે અથવા પરિજનોના લગ્ન માટે એડવાન્સ પીએફ ઉપાડી શકાય છે.

  • પરિવારના સભ્ય અથવા પોતાના લગ્ન માટે PFમાંથી 50 ટકા રકમ ઉપાડી શકાય છે. જોકે, શરત એટલી છે કે સબ્સક્રાઇબર 7 વર્ષથી EPFOનો સભ્ય હોવો જોઈએ

  • બાળકોના 10માં ધોરણ બાદના અભ્યાસ માટે પીએફના 50 ટકા ઉપાડી શકાય છે. તેના માટે પીએફની સાત વર્ષની સદસ્યતા હોવી જરૂરી છે.

First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...