Home /News /business /મોટા ખુશખબર! પીએફ એકાઉન્ટમાં ક્રેડિટ થયા વ્યાજના રુપિયા, તમે પણ ચેક કરો બેલેન્સ
મોટા ખુશખબર! પીએફ એકાઉન્ટમાં ક્રેડિટ થયા વ્યાજના રુપિયા, તમે પણ ચેક કરો બેલેન્સ
EPF એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા આવ્યા, આ રીતે ચેક કરો તમારું એકાઉન્ટ
PF Account Interest: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના લાભાર્થીઓ માટે એક ખુશખબર સામે આવ્યા છે. EPFO દ્વારા નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજ પીએફ ખાતાધારકોના એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું શરું કરી દીધું છે.
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના ખાતાધારકો માટે ખુશખબર આવી રહ્યા છે. ઈપીઓફઓ દ્વારા આર્થિક વર્ષ 2021-22 માટે તેના ખાતાધારકોના એકાઉન્ટમાં પીએફનું વ્યાજ જમા કરવાનું શરું કરી દેવામાં આવ્યું છે. હવે ટૂંકમાં જ ઈપીએફઓના 7 કરોડ સબ્સ્ક્રાઈબર્સના એકાઉન્ટમાં વ્યાજના રુપિયા રિફ્લેક્ટ થવાનું શરું થઈ જશે. આ વાતની જાણકારી ઈપીએફઓએ હાલમાં જ ટ્વિટ કરીને આપી છે. જો તમે પણ નોકરિયાત છો અને તમારું પીએફ કપાય છે તો તમે આ ચાર રીતે તમારા પ્રોવિડેન્ડ ફંડનું બેલેન્સ ચેક કરી શકો છો.
મહત્વનું છે કે આ મહિનાની શરુઆતમાં જ નાણા મંત્રાલયે કહ્યું કે ઈપીએફઓ વ્યાજની રકમ ખાતાધારકોના ખાતામાં જમા કરી રહ્યું છે. પરંતુ તે દેખાતી નથી તેનું કારણ સોફ્ટવેરમાં અપગ્રેડેશન થઈ રહ્યું છે. આ સાથે મંત્રાલયે કહ્યું હતું કે કોઈપણ ગ્રાહકને વ્યાજની રકમનું જરા પણ નુકસાન નથી થયું. હવે તમને વ્યાજ મળ્યું કે નહીં તે તમે નીચે આપેલી ચાર રીતે ચેક કરી શકો છો
1. SMS દ્વારા બેલેન્સ તપાસો
જો તમારો UAN EPFO સાથે નોંધાયેલ છે, તો તમે તમારા નવીનતમ યોગદાન અને PF બેલેન્સની માહિતી SMS દ્વારા મેળવી શકો છો. આ માટે તમારે EPFOHO UAN ENG લખીને 7738299899 આ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષરો ભાષા માટે છે. જો તમને હિન્દીમાં માહિતી જોઈતી હોય તો તમે EPFOHO UAN HIN લખીને મોકલી શકો છો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. આ SMS UAN ના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મોકલવો જોઈએ.
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011 22901406 પર મિસ્ડ કોલ આપો. આ પછી તમને EPFO તરફથી એક મેસેજ આવશે જેમાં તમને તમારા PF એકાઉન્ટની વિગતો મળશે. આ માટે બેંક એકાઉન્ટ, PAN અને આધારને UAN સાથે લિંક કરવું જરૂરી છે.
3. EPFO પોર્ટલ મારફત ચેક કરો
આ માટે તમારે EPFOના પોર્ટલ પર જવું પડશે.
અહીં Employee Centric Services પર ક્લિક કરો.
હવે View Passbook પર ક્લિક કરો.
પાસબુક જોવા માટે તમારે UAN થી લોગીન કરવું પડશે.
4. ઉમંગ એપ દ્વારા
તમારા મોબાઈલમાં ઉમંગ એપ (Unified Mobile Application for New age Governance) ખોલો અને EPFO પર ક્લિક કરો.
અહીં ખૂલેલા બીજા પેજ પર કર્મચારી કેન્દ્રિત સેવાઓ (employee centric services) પર ક્લિક કરવાનું રહેશે.
અહીં વ્યૂ પાસબુક પર ક્લિક કરો.
તમારો UAN નંબર અને પાસવર્ડ (OTP) નંબર દાખલ કરો.
તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP તમારી પાસે આવશે.
આ પછી તમે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર