નવી દિલ્હી: જો તમે નોકરી કરતા હોય અને તમે PF એકાઉન્ટ ધારક હોવ તો તમારે એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) સ્કીમ વિશે જાણવું જ જોઈએ. EDLI યોજના એ EPFO દ્વારા ચલાવવામાં આવતી વીમા યોજના છે. જે PF ખાતાધારક માટે ઉપલબ્ધ છે. જો નોકરી દરમિયાન EPFO સભ્યનું મૃત્યુ થાય છે તો EPFOની EDLI યોજના હેઠળ પરિવારને 7 લાખ સુધીની સહાય મળે છે.
EDLI સ્કીમ EPFO દ્વારા વર્ષ 1976માં શરૂ કરવામાં આવી હતી. જો કોઈ કારણસર EPFO સભ્યનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને આર્થિક મદદ કરવાના ઉદ્દેશ્યથી તેની શરૂઆત કરવામાં આવી હતી. આ વીમા કવચ કર્મચારીને બિલકુલ મફતમાં આપવામાં આવે છે. આ માટે તેણે અલગથી કંઇ આપવું પડતું નથી. આ યોજના માટે યોગદાન કંપની દ્વારા કરવામાં આવે છે.
નોકરી દરમિયાન કર્મચારીના મૃત્યુ પર EPF સભ્યના નોમિનીને મહત્તમ 7 લાખ રૂપિયાનો વીમા લાભ મળે છે.
જો મૃત સભ્ય તેના મૃત્યુ પહેલા 12 મહિના સુધી સતત કામ કરતો હતો, તો ઓછામાં ઓછા નોમિનીને 2.5 લાખ રૂપિયાનો વીમા લાભ મળશે.
આ સુવિધા એવા કર્મચારીઓ માટે છે જેમનો પગાર 15 હજાર રૂપિયાથી વધુ નથી.
કર્મચારીએ આમાં કોઈ યોગદાન આપવાની જરૂર નથી.
કેવી રીતે દાવો કરવો
જો કર્મચારીનું અકાળે મૃત્યુ થાય છે તો તેનો નોમિની વીમા કવચ માટે દાવો કરી શકે છે. આ માટે નોમિનીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. જો આનાથી ઓછું હોય તો ગાર્ડિયન તેના વતી દાવો કરી શકે છે. દાવો કરતી વખતે મૃત્યુ પ્રમાણપત્ર, સક્સેશન પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર