PF Account Balance: PF ખાતામાં આવી ગયું વ્યાજ, આ રીતે ચેક કરો બેલેન્સ

EPFO ઓફિસ. (ફાઇલ તસવીર)

EPFO મિસ્ડ કૉલથી લઈને પીએફ ખાતાની બેલેન્સ ચેક કરવા માટે અનેક સુવિધા આપે છે. ઉંમર એપ અને ઈપીએફઓની વેબસાઇટ પર પણ બેલેન્સ ચેક કરી શકાય છે.

  • Share this:
    મુંબઈ. PF Interest News: EPFOએ કર્મચારીઓના પીએફ ખાતામાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરી દીધી છે. દિવાળી તહેવાર પહેલા જ ઈપીએપઓએ તેના ગ્રાહોકને દિવાળી ભેટ આપી છે. તમે પણ તમારા પીએફ ખાતાની બેલેન્સ ચેક કરીને માલુમ કરી શકો છો કે તેમારા ખાતામાં કેટલું વ્યાજ જમા થયું છે. તમે ખૂબ જ સરળ રીતને અનુસરીને પીએફ બેલેન્સની માહિતી મેળવી શકો છો. પીએફ ખાતાની બેલેન્સ ચેક કરવા માટે ચાર સરળ રીત છે. આ ચારેય રીતની માધ્યમથી તમે ઘર બેઠા જ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે તમારે કોઈ ઓફિસમાં જવાની જરૂર નથી.

    ઉલ્લેખનીય છે કે ઈપીએફઓ પીએફ ખાતા ધારકોને સમયાંતરે વિવિધ સૂચના આપતું રહે છે. આ ઉપરાંત ઈપીએફઓ તેમના ગ્રાહકોને ઑનલાઇન ફ્રૉડથી બચવાની સલાહ પણ આપતું રહે છે. શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે લોકોને ઑનલાઇન ફ્રૉડ મામલે સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમણે ઈપીએફઓની સેવાઓ સંદર્ભે કોઈ પણ ફરિયાદ હોય તો ઑનલાઇન પોર્ટલ www.epfigms.gov.in પર વિજિટ કરવાની સૂચના આપવામાં આવી છે. આ માટે તમે ટોલ ફ્રી નંબર 1800-118-005 પર પણ સંપર્ક કરી શકો છો.

    વ્યાજની રકમ જમા થઈ કે નહીં તે આ રીતે જાણો

    1) SMSની મદદથી બેલેન્સ ચેક કરો

    જો તમારું યુએએન EPFOમાં રજિસ્ટર્ડ છે, તો તમારું લેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે. આ માટે તમારે 77382 99899 પર EPFOHO UAN ENG લખીને મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જો તમે હિન્દીમાં જાણકારી મેળવવા માંગો છો, તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. જે નંબર પરથી યુએએન રજિસ્ટર કરવામાં આવ્યો હોય, તે નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે.



    2) મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરો

    તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 આ નંબર મિસ્ડ કોલ આપવાનો રહેશે. ત્યાર બાદ EPFO તરફથી એક મેસેજ આવશે, આ મેસેજમાં પીએફ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી હશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પેન નંબર અને આધાર નંબર લિંક હોવો જોઈએ. આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

    આ પણ વાંચો:  EPFO: PF અકાઉન્ટ સાથે જોડાયેલા આ ફાયદા જાણી આપ પણ થઈ જશો ખુશ

    3) ઉમંગ એપની મદદથી ચેક કરો

    EPFO કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. EPF પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે. આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

    >> આ માટે તમારે EPFO પર જવાનું રહેશે

    >> ત્યારબાદ Employee Centric Services પર ક્લિક કરો

    >> હવે View Passbook પર ક્લિક કરો

    >> પાસબુક જોવા માટે UANથી Login કરો

    4) વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરો

    તમે EPFOની વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરી શકો છો. તે માટે તમારે EPFO પાસબુક પોર્ટલ જવાનું રહેશે. હવે યુએએન અને પાસબુકની મદદથી લોગીન કરો. ત્યારબાદ ડાઉનલોડ વ્યૂ પાસબુક ઓપ્શન પર ક્લિક કરો.

    આ પણ વાંચો: EPFO: PF સાથે કપાતા પેન્શનના પૈસા ક્યારે મળે છે? અહીં જાણો શું કહે છે નિયમ

    8.5% વ્યાજનો પ્રસ્તાવ

    આ વર્ષે માર્ચ મહિનામાં EPFO બોર્ડ તરફથી નાણાકીય વર્ષ 2021 માટે 8.5% વ્યાજનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ પહેલાના નાણાકીય વર્ષમાં ઈપીએફઓને 70,300 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જેમાંથી 4000 કરોડ ઇક્વિટી રોકાણ વેચીને મેળવવામાં આવ્યા હતા. EPFOનું 8.5% વ્યાજ બીજી સ્મૉલ સેવિંગ સ્કિમની સરખામણીમાં વધારે છે. જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) 7.1% વ્યાજ આપે છે. જ્યારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8% વ્યાજ મળે છે. EPFOના કુલ સબ્સક્રાઇબર્સની સંખ્યા 6 કરોડથી વધારે છે. કુલ ફંડમાંથી EPFO 15% ઇક્વિટીમાં રોકાણ કરે છે, જ્યારે બાકીનું ફંડ ડેટમાં રોકવામાં આવે છે. તમારા ખાતામાં વ્યાજ જમા થયું કે નહીં તે નીચેની રીતે ચકાશી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: