ઑટોથી લઇને હવાઇ યાત્રા થઇ શકે છે ખુબ જ સસ્તી! આ છે કારણ

News18 Gujarati
Updated: October 14, 2019, 8:40 PM IST
ઑટોથી લઇને હવાઇ યાત્રા થઇ શકે છે ખુબ જ સસ્તી! આ છે કારણ
પ્રતિકાત્મક તસવીર

ક્રૂડ ઓઇલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ, ડિઝલ અને વિમાન ઇંધણને જેવી વસ્તુઓને GSTમાંથી બહાર રાખી હતી

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan)સોમવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણને (FM Nirmala Sitharaman) વિમાન ઇંધણ (ATF)અને પ્રાકૃતિક ગેસને (Natural Gas) વસ્તુ અને સેવા કર (GST) અંતર્ગત લાવવા માટેની અપીલ કરી છે. આ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના ટેક્સમાંથી રાહત આપવા માટે અને વ્યાપાર માહોલને સુધારવાના હેતુથી તેમણે આ પ્રસ્તાવ રાખ્યો હતો.

જીએસટી લાગુ કર્યા પછી પેટ્રોલિયમ પદાર્થોને તેના દાયરાની બહાર રાખ્યા હતા
એક જુલાઇ 2017માં GST રજૂ કર્યા પછી એક ડઝનથી વધારે કેન્દ્રીય અને રાજ્ય કરોને આમા સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ પાંચ ચીજો, જેમાં ક્રૂડ ઓઇલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ, ડિઝલ અને વિમાન ઇંધણને જીએસટીમાંથી બહાર રાખી હતી. આમ કરવા પાછળ રાજ્ય સરકારોની રાજસ્વ માટે આ વસ્તુઓ ઉપર નિર્ભરતાનો હવાલો આપ્યો હતો.

આ પણ વાંચોઃ-સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ, 65 વર્ષ જૂના રેકોર્ડનું પુનરાવર્તન કર્યું

જીએસટી કાઉન્સીલ સામે આખો મામલો રાખવા અપીલ
સેરા વીકના ઇન્ડિય એનર્જી ફોરમમાં તેમણે કહ્યું હતું કે, જીએસટી લાગુ થયે બે વર્ષથી વધારે સમય થયો છે. આ દરમિયાન પેટ્રોલિયમ ઉદ્યોગથી બધા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના દાયરામાં લાવવા માટે સતત માંગ થઇ રહી છે. મેં નાણાંમંત્રીને આ અંગે જીએસટી પરિષદ (GST Council)સમક્ષ અપીલ કરું છું કે પ્રાકૃતિક ગેસ અને એટીએફને જીએસટીના દાયરામાં લાવીને શરૂઆત કરે.આ પણ વાંચોઃ-KBC 11: પત્નીની જીદના કારણે પતિ બન્યો કરોડપતિ, 7 કરોડ માટે પ્રશ્ન પૂછાયો

રાજ્ય સરકારોના કારણે અત્યાર સુધી નથી લાગ્યો જીએસટી
સમ્મેલનમાં સીતારમણને પણ સામેલ થવાનું હતું પરંતુ પ્રધાનના સંબોધનો સમયે તેઓ પહોંચી શક્યા નહીં. પ્રધાને કહ્યું કે, પેટ્રોલિયમ ક્ષેત્રની જટીલતા અને રાજસ્વની નજરથી રાજ્ય સરકારોને આ ક્ષેત્ર ઉપર નિર્ભરતાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદોને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-તસવીરોઃ દોરા જેવી બિકિની પહેરીને યુવતી બીચ ઉપર ફરતી હતી, પોલીસે પકડી

કંપનીઓને મળશે રાહત
એટીએફ અને પ્રાકૃતિક ગેસને જીએસટીના દાયરામાં લાવાથી કંપનીઓને કાચા માલ ઉપર આપવામાં આવતા કરમાંથી રાહત મળશે. અને ઇંધણના કર ધોરણોમાં એકરૂપતા આવશે. પ્રધાનના જણાવ્યા પ્રમાણે જીએસટી પરિષદ આ મામલે યોગ્ય સમય ઉપર નિર્ણય કરશે.
First published: October 14, 2019, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading