તો હવે રિટેલ સ્ટોર્સ પર પણ મળશે પેટ્રોલ-ડીઝલ, જાણો સરકારનો નવો પ્લાન
તો હવે રિટેલ સ્ટોર્સ પર પણ મળશે પેટ્રોલ-ડીઝલ, જાણો સરકારનો નવો પ્લાન
રિટેલ સ્ટોર પર પણ મળશે પેટ્રોલ-ડીઝલ
હવે તમારે કારમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ જવાની જરૂર નથી. મીડિયા અહેવાલો અનુસાર સરકાર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જ્યાં તમે છૂટક વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છો ત્યા તમને પેટ્રોલ અને ડીઝલ મળી શકે.
કેન્દ્રની મોદી સરકાર તેના બીજા કાર્યકાળમાં મોટા નિર્ણયો લેવાની તૈયારીમાં છે. આ શ્રેણીમાં હવે પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ જવાની જરૂર નથી. મીડિયા અહેવાલો અનુસાર સરકાર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જ્યાં તમે છૂટક વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છો ત્યા તમને પેટ્રોલ અને ડીઝલ મળી શકે. બિઝનેસ સ્ટાન્ડર્ડ મુજબ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય કેબિનેટ દરખાસ્ત તૈયાર કરશે. આ હેઠળ રિટેલ વ્યવસાયમાં પ્રવેશ કરવાની તક મળી શકે છે. વર્તમાન નિયમોમાં ઇંધણને વ્યવસાયમાં ઉતરવા માટે કંપની પાસે ઘરેલૂ બજારમાં રોકાણ માટે 2,000 કરોડ રૂપિયા હોવા જોઇએ અથવા તેને કાચા તેલની ખરીદી માટે જરુરી રકમની બેંક ગેરેન્ટી આપવી જોઇએ, સરકાર આ નિયમોને વધુ સરળ બનાવી શકે છે. જો આવું થાય, તો ફ્યુચર ગ્રુપ અને વોલ-માર્ટ જેવી મલ્ટી-બ્રાન્ડ રિટેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ પણ વેચવાનું શરૂ કરશે.
પેટ્રોલિયમ મંત્રાલયે ઓક્ટોબર 2018 માં ઇંધણ રિટેલમાં જોડાયેલ નિયમોમાં ફેરફારો માટે નિષ્ણાત સમિતિની રચના કરી હતી. ઇંધણ છૂટક બજારમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે નિષ્ણાંત સમિતિની રચના કરવામાં આવી હતી. નિષ્ણાંત સમિતિમાં ભૂતપૂર્વ પેટ્રોલિયમ સેક્રેટરી જીસી ચતુર્વેદી, પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ આશુતોષ જિંદલ, અર્થશાસ્ત્રી કિરીટ પરીખ અને એમ.એ. પઠાણનો સમાવેશ થાય છે.
જો નિયમો સરળ થવા પર સાઉદી અરામકો જેવી દિગ્ગજ આંતરરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં રિટેલ વ્યવસાયમાં પ્રવેશવાની તક મળશે.
>> તેને જોઈને ભારતમાં સુપર માર્કેટમાં ડીઝલ- પેટ્રોલ વેચવાનો વિચાર આવ્યો છે.
બ્રિટિશ પેટ્રોલિયમ રિટેલર્સ એસોસિયેશન (પીઆરએ) ના અંદાજ અનુસાર, એપ્રિલમાં દેશના પેટ્રોલના કુલ વેચાણમાં સુપરમાર્કેટની ભાગીદારી આશરે 49 ટકા હતી અને 43 ટકા ડીઝલના વેચાણમાં તેનું 43 ટકા યોગદાન રહ્યું, ત્યાં ટેસ્કો, સેન્સબરી, એસ્ડા અને મોરિસન ઇંધણ વેચી રહ્યા છે.
>> ભારત પહેલેથી જ તેની માંગ કરવામાં આવી રહી છે. હવે સરકારે આ યોજના પર કામ કરવાનું શરૂ કર્યું છે.
આ સામાન્ય લોકો માટે ઇંધણને સરળ બનાવશે. પુણેમાં, એક વર્ષ પહેલાં, ઘરેલુ ડીઝલની સપ્લાય શરૂ કરવામાં આવી હતી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર