પેટ્રોલ અને ડીઝલના ભાવ પહોંચ્યા આસામાને, જાણો કેટલું થયું મોંઘું


Updated: June 21, 2020, 8:37 AM IST
પેટ્રોલ અને ડીઝલના ભાવ પહોંચ્યા આસામાને, જાણો કેટલું થયું મોંઘું
પ્રતિકાત્મક તસવીર

મોંઘવારીનો મારઃ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 35 પૈસા, ડીઝલના ભાવમાં પણ 60 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો

  • Share this:
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલ (Crude oil)ના ભાવો ઘટવાનો ફાયદો પણ સ્થાનિક સ્તરે લોકોને નથી મળી રહ્યો. રવિવારે ફરી એકવાર દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની HPCL, BPCL, IOCએ સતતત 15 દિવસ પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Today)ના ભાવમાં વધારો કર્યો છે. આ દરમિયાન પેટ્રોલ 7.97 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 8.68 પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. રાજધાની દિલ્હીમાં રવિવારે પેટ્રોલના નવા ભાવ 79.23 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે, જે ગત શનિવારે 78.88 રૂપિયા પ્રતિ લીટર હતી. પેટ્રોલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. દિલ્હીમાં ડીઝલના ભાવમાં પણ 60 પૈસાનો વધારો થયો છે અને નવો ભાવ 78.27 રૂપિયા પ્રતી લિટર થઈ ગયો છે.
x-radius-1: RSIoHi6DU0bUhJPi

આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા વધ્યા? આવી રીતે કરો ચેક

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય વે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ તમે SMS કરીને પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). હકીકતમાં આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ચેક કરવાની ત્રણ પદ્ધતિ છે. તમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પંપ લોકેટરની મદદથી ભાવ જાણી શકો છો. Fuel@IOC એપ ડાઉનલોડ કરો. 92249 92249 પર એક SMS મોકલીને ભાવ જાણી શકો.

દિલ્હીના ભાવ
પેટ્રોલના ભાવ 79.23 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલના ભાવ 78.27 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે નવો પ્લાન તૈયાર! ઇ-કોમર્સ કંપનીઓએ જણાવી પડશે આ વાત

મુંબઈના ભાવ

પેટ્રોલના ભાવ 86.04 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલના ભાવ 76.69 રૂપિયા પ્રતિ લીટર

કોલકાતાના ભાવ

પેટ્રોલના ભાવ 80.95 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલના ભાવ 73.61 રૂપિયા પ્રતિ લીટર

ચેન્નઈના ભાવ

પેટ્રોલના ભાવ 82.58 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલના ભાવ 75.80 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, આમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’
First published: June 21, 2020, 8:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading