Petrol Diesel Price: 5 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટી શકે છે પેટ્રોલનો ભાવ, ચેક કરો આજના Rates

Petrol Diesel Price: 5 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટી શકે છે પેટ્રોલનો ભાવ, ચેક કરો આજના Rates
આપના વાહનની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

આપના વાહનની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

  • Share this:
    નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓ ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)એ કાલે લગભગ એક મહિના બાદ દૈનિક આધાર પર પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા ફરી શરૂ કરી. કાલે પેટ્રોલના ભાવમાં 23 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. બીજી તરફ આજે શુક્રવારે પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. રેકોર્ડ સ્તર પર પહોંચેલા પેટ્રોલના ભાવમાં ટૂંક સમયમાં રાહત મળી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયે સરકારથી ઊંચા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપવાની ભલામણ કરી છે. મંત્રાલયે કહ્યું છે કે ઉત્પાદ ચાર્જમાં કાપ મૂકી જનતાને મોટી રાહત આપવામાં આવી શકે છે.

    પ્રતિ લીટર 5 રૂપિયાની નીચે આવી શકે છે પેટ્રોલનો ભાવ



    મંત્રાલય મુજબ, કોરોના કાળમાં પેટ્રોલ-ડીઝલ પર વધારવામાં આવેલા ઉત્પાદ ચાર્જમાં જો 50 ટકા કાપ પણ મૂકી દેવામાં આવે તો પેટ્રોલના ભાવ 5 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટી શકે છે. લૉકડાઉન દરમિયાન સરકારે પેટ્રોલ પર એક સાથે 10 રૂપિયા ઉત્પાદ ચાર્જ વધારી દીધો હતો. મંત્રાલયે કહ્યું કે જો ઉત્પાદ ચાર્જમાં કાપ મૂકવામાં આવે તો ગ્રાહકોને તેનો પૂરો લાભ પહોંચાડવા માટે રાજ્યોને પણ સહયોગ કરવો પડશે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 8 January 2021)

    દિલ્હી- પેટ્રોલ 84.20 રૂપિયા અને ડીઝલ 74.38 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 90.83 રૂપિયા અને ડીઝલ 81.07 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 85.68 રૂપિયા અને ડીઝલ 77.97 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 86.96 રૂપિયા અને ડીઝલ 79.72 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, આ 7 Appsને ફોનમાં ડાઉનલોડ કરવાની ભૂલ ન કરતાં, મિનિટોમાં ખાલી થઈ જશે એકાઉન્ટ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો,CISF ASI Recruitment 2021: CISFમાં 690 પદો માટે ભરતી, ફટાફટ કરો અરજી

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 08, 2021, 08:42 am

    ટૉપ ન્યૂઝ