Petrol Diesel Price Today: આજે સતત નવમા દિવસે કિંમતોમાં કોઈ ફેરફાર નહીં, જાણો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના ભાવ

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price: છેલ્લા 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા મોંઘું થયું, જાણો આજે કયા ભાવે મળશે પેટ્રોલ અને ડીઝલ

  • Share this:
    નવી દિલ્હી. આજે સોમવારે સતત નવમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો (Petrol-Diesel Price Today)માં કોઈ ફેરફાર નથી થયો. જોકે, આશા રાખવામાં આવી રહી હતી કે કિંમતોમાં ઘટાડો થશે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ઇંધણની કિંમતો (Fuel Rates) સ્થિર છે. સ્થાનિક માર્કેટમાં 9 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો. રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત (Petrol Price Today) 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા છે.

    નોંધનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. મે મહિનાથી લઈને જુલાઈ મહિના સુધી ઇંધણના ભાવમાં સમયાંતરે વધારો જોવા મળ્યો છે.

    રાજ્યના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price Gujarat)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, 18 રૂપિયાવાળા આ સ્ટોકે રોકાણકારોને બનાવ્યા માલામાલ! 1 લાખ બની ગયા 3.5 કરોડ, જાણો કેવી રીતે?

    19 રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.

    આ પણ વાંચો, Jan Dhan Account: SBI ગ્રાહકોને થશે 2 લાખ રુપિયાનો મોટો ફાયદો, જાણો શું કરવું પડશે?

    પેટ્રોલ-ડીઝલ ભાવ (Petrol Diesel Price on 26 July 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: