Home /News /business /

Petrol Price Today : ક્રૂડ ઓઇલનો ભાવ 116 ડોલરને પાર, જાણો તમારા શહેરમાં આજે પેટ્રોલ-ડીઝલનો કેટલો ભાવ

Petrol Price Today : ક્રૂડ ઓઇલનો ભાવ 116 ડોલરને પાર, જાણો તમારા શહેરમાં આજે પેટ્રોલ-ડીઝલનો કેટલો ભાવ

પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $116.3 અને WTIની કિંમત $110.6 પર પહોંચી ગઈ છે. પેટ્રોલિયમ કંપનીઓનું કહેવું છે કે મોંઘા કાચા તેલનું દબાણ સતત વધી રહ્યું છે, પરંતુ જનતાને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી.

વધુ જુઓ ...
    આજે પણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં (Petrol-Diesel Price Today) કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $116.3 અને WTIની કિંમત $110.6 પર પહોંચી ગઈ છે. પેટ્રોલિયમ કંપનીઓનું કહેવું છે કે મોંઘા કાચા તેલનું દબાણ સતત વધી રહ્યું છે, પરંતુ જનતાને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી.

    મહાનગરોમાં આજે પેટ્રોલના ભાવ


    અમદાવાદ - 96.42 ₹/L

    સુરત - 96.31 ₹/L

    રાજકોટ - 96.19 ₹/L

    વડોદરા - 96.08 ₹/L

    આ પણ વાંચો -શું ક્રેડિટ કાર્ડથી ઘરનું ભાડું ચૂકવવું ફાયદાકારક છે? જાણો બધા જ ફાયદા-નુક્સાન

    મહાનગરોમાં આજે ડીઝલના ભાવ


    અમદાવાદ - 92.17 ₹/L

    વડોદરા - 91.82 ₹/L

    સુરત - 92.07 ₹/L

    રાજકોટ - 91.95 ₹/L

    તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી પેટ્રોલની કિંમતમાં મહત્તમ 9 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો -જીકેપીના શેરથી રોકાણકારોને થયો જબરદસ્ત નફો! 1 લાખના થયા 7.30 લાખ!

    આ રીતે જાણી શકો છો લેટેસ્ટ ભાવ


    તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક દર પણ જાણી શકો છો (ડીઝલ પેટ્રોલની કિંમત દરરોજ કેવી રીતે તપાસો). ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice નંબર 9222201122 પર મોકલીને કિંમત જાણી શકે છે.

    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Gujarat petrol price today, Petrol diesel prices, Petrol Price Today

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन