Petrol Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી લાગી 'આગ', જાણો તમારા શહેરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

પેટ્રોલ-ડીઝલ (Petrol and Diesel rates)ના ભાવમાં ફરી વધારે થયો છે. પેટ્રોલમાં 25 દિવસમાં લીટરે 6.09નો વધારો થયો છે.

  • Share this:
    નવી દિલ્હી: એક દિવસની રાહત પછી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ (14th June- Petrol-Diesel rates )ની કિંમતમાં ફરી એકવાર વધારો કર્યો છે. સોમવારે પેટ્રોલની કિંમત(Petrol Price Today)માં 29 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલ (Diesel Price Today) ની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરની વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ (International market)માં વધી રહેલી કાચા તેલની માંગને પગલે પણ ભાવમાં વધારો થઈ રહ્યો છે. ભાવ વધારા બાદ દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 96.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.28 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે.

    પેટ્રોલની કિંમતમાં છેલ્લા 25 દિવસમાં 6.09 રૂપિયા પ્રતિ લીટર વધારો નોંધાયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં છેલ્લા 25 દિવસમાં 6.30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

    મહાનગરોમાં પેટ્રોલની કિંમત

    ઇન્ડિયન ઓઇલની (Indian Oil) વેબસાઇટ પ્રમાણે રાજધાની દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલની કિંમત (Petrol Price today in Delhi) 96.41 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત 87.28 રૂપિયા છે. આ જ રીતે મુંબઈ (Petrol Price today in Mumbai)માં પેટ્રોલની કિંમત 102.58 રૂપિયા અને ડીઝલની કિંમત 94.70 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલની કિંમત 96.34 રૂપિયા અને ડીઝલની કિંમત 90.12 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 97.69 રૂપિયા અને ડીઝલની કિંમત 91.92 રૂપિયા છે.

    આ પણ વાંચો: 'ભૂવા' તો મુંબઈમાં પણ પડે છે! આખે આખી કાર ગાયબ, જુઓ વીડિયો

    આ શહેરોમાં ભાવ 100 રૂપિયાને પાર

    હૈદરાબાદ, મુંબઈ, જયપુર, ભોપાલ, શ્રીગંગાનગર અને રીવામાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: