સરકારના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થશે, જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: July 5, 2019, 9:01 PM IST
સરકારના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થશે, જાણો કેવી રીતે
સરકારના નિર્ણયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થશે, જાણો કેવી રીતે

શુક્રવારે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસ અને વધારાની સ્પેશ્યલ એક્સસાઇઝ ડ્યૂટી લગાવવાનો નિર્ણય કર્યો છે

  • Share this:
શુક્રવારે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસ અને વધારાની સ્પેશ્યલ એક્સસાઇઝ ડ્યૂટી લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે દેશમાં પેટ્રોલની કિંમત 2.5 રુપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમક 2.3 રુપિયા સુધી વધી શકે છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC)રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોની સમીક્ષા કરે છે. નવો ભાવ સવારે 6 કલાકેથી લાગુ થાય છે. તમને જણાવી દઈએ કે કિંમતો નક્કી કરવા માટે 15 દિવસની એવરેજ કિંમતોનો આધાર બનાવવામાં આવે છે. આ સિવાય રુપિયા અને ડોલરની કિંમત પણ પ્રભાવિત કરે છે.

હવે શું થશે - એક્સપર્ટ્સનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થવાથી મોંઘવારીની આશંકા વધી ગઈ છે. દેશની મોટોભાગની પરિવહન વ્યવસ્થા ડીઝલના વાહનો ઉપર નિર્ભર છે. ડીઝલની કિંમત વધવાથી પરિવહનમાં ખર્ચ વધશે. જેના કારણે વસ્તુઓની કિંમતો વધશે. આ સિવાય નોકરી કરતા લોકોને હવે પેટ્રોલમાં વધારે ખર્ચ કરવો પડશે.

આ પણ વાંચો - Union Budget 2019 : બેંકમાંથી વધારે રોકડ ઉપાડી તો 2 % ટેક્સ લાગશે

એક લિટર પેટ્રોલ ઉપર હાલ 17.98 રુપિયાની એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. જેમાં 2.98 રુપિયાની બેસિક એક્સાઇઝ ડ્યૂટી અને 7 રુપિયાની વધારાની એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. હવે આ વધીને 8 રુપિયા થઈ ગઈ છે.

આ સિવાય ડીઝલ ઉપર હાલ 13.83 રુપિયા પ્રતિ લિટરે એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. આ સિવાય હવે એક રુપિયાની એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી લાગવાથી વધીને 8 રુપિયા થઈ ગઈ છે. આ સિવાય અલગ-અલગ રાજ્ય વેટ પણ વસુલે છે.
First published: July 5, 2019, 9:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading