પેટ્રોલ થઇ શકે છે મોંઘુ! ઑઇલ ટેન્કરમાં બ્લાસ્ટ બાદ ઈરાનથી આવ્યા માઠા સમાચાર

News18 Gujarati
Updated: October 11, 2019, 3:48 PM IST
પેટ્રોલ થઇ શકે છે મોંઘુ! ઑઇલ ટેન્કરમાં બ્લાસ્ટ બાદ ઈરાનથી આવ્યા માઠા સમાચાર
ઑઇલ ટેન્કરની ફાઇલ તસવીર

નેશનલ ઈરાની ટેન્કર કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલો મિસાઇલથી કરવામાં આવ્યો હોવાનું લાગે છે. આ જહાજના બે સ્ટોરેજને નુકસાન પહોંચ્યું છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ શુક્રવારે સવારે થયેલા ધડાકા બાદ ઈરાની તેલ ટેન્કરમાં (Iran oil tanker struck by rockets)આગ લાગી હતી. મીડિયા રીપોર્ટ પ્રમાણે આ બ્લાસ્ટ સાઉદી અરબના સમુદ્ર તટ પાસે થયો હતો. આ તેલ જહાર ઈરાની તેલ કંપની NOICનો છે. મીડિયા રિપોર્ટ (Media reports) પ્રમાણે ઈરાની જહાજ (Irani Oil Ships) સાઉદીના તટીય શહેર જેદાહથી (Saudi port city of Jeddah)97 કિલોમિટરની દૂરી ઉપર હતું. આ ખબર આવતા જ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ક્રૂડ ઑઇલના ભાવમાં જોરદાર તેજી આવી હતી. બ્રેન્ટ ક્રૂડના (Brent Crude Oil) ભાવમાં 58 ડૉલર પ્રતિ બેરલથી વધીને 60 ડૉલર પ્રતિ બેરલ ઉપર નીકળી ગઇ છે. આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે, આની અસર ભારત જેવા ક્રૂડ ઑઇલ ઇમ્પોર્ટ કરનાર દેશ ઉપર અસર પડશે. આગામી દિવસોમાં પેટ્રોલની (petrol rate) કિમતો ઉપર બે રૂપિયા સુધી ભાવ વધારો થઇ શેક છે.

ઉલ્લેખનીય ચે કે, ભારત પોતાની જરૂરિયાતના 80 ટકાથી વધારે ક્રૂડ ઈમ્પોર્ટ કરે છે. ઑઇલ કંપનીઓ છેલ્લા 15 દિવસોમાં ક્રૂડની સામાન્ય કિંમત અને રૂપિયા ડૉલર એક્સચેન્જ રેટના આધાર ઉપર રોજ પેટ્રોલ ડિઝલના ભાવ કરે છે. ક્રૂડ ઈમ્પોર્ટ મોંઘુ થવાના કારણે કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરે છે.

હવે શું થશેઃ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે અગલ તણાવ વધારે વધે તો ક્રૂડ ઑઇલના (Crude Oil) ભાવ 5-6 ડૉલર (Dollars)સુધી વધી શકે છે. વીએમ પોર્ટફોલિયોના હેડ વિવેક મિત્તલે ન્યૂઝ18 હિન્દી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થવાના બે કારણ છે.

આ પણ વાંચોઃ-આ તહેવારોની સિઝનમાં મેળવો મફત સોનાનો સિક્કો, જાણો કેવી રીતે

પહેલું કારણઃ- સાઉદી અને ઈરાન વચ્ચે તણાવ વધવાના કારણે ક્રૂડના ભાવ શુક્રવારે પહેલાથી વધી ચૂક્યા છે. હજી પણ ચાર ડૉલર પ્રતિ બેરલ સુધી હજી ભાવ વધી શકે છે.

બીજું કારણઃ વિવેકના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહમાં દુનિયાની સૌથી મોટી ઑઇલ કંપની અરામકોના આઈપીઓની મંજૂરી મળી શકે છે. જેવી જ સાઉદી અરબ સરકાર ક્રૂડની કિંમતોને વધારે વધારવાની કોશિશ કરશે. જેથી આઇપીઓની વેલ્યૂએશન વધી શકે. એટલા માટે હારજ સ્તરની કિંમતોમાં 70 ડોલર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે.આ પણ વાંચોઃ-ખુશખબર! આટલું કામ કરો અને 1% સુધી સસ્તી લોન મેળવો

પેટ્રોલ થઇ શકે છે બે રૂપિયા સુધી મોંધુઃ જો ક્રૂડ ઓઇલ 66-68 ડૉલર પ્રતિ બેરલના સ્તર ઉપર પહોંચે છે. તો દેશમાં પેટ્રોલના ભાવ 2 રૂપિયા સુધી વધી શકે છે. વિવેકના પ્રમાણે ક્રૂડ મોંઘુ થવાથી પેટ્રોલના ભાવમાં પણ વધારો થઇ શકે છે. ટાયર બનાવનારી કંપની પ્લાસ્ટિક કંપનીઓના ખર્ચમાં પણ વધારો થઇ શકે છે.

આ પણ વાંચોઃ-જાણો માત્ર ભંગાર વેચીને રેલવેએ કેટલા કરોડ રૂપિયાની કરી કમાણી

સાઉદી અને ઈરાન વચ્ચે તણાવઃ- અલઝઝીરાના પ્રમાણે ઑઇલ ટેન્કરને બે શંકાસ્પદ રોકેટથી નિશાન બનાવ્યું હતું. નેશનલ ઈરાની ટેન્કર કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલો મિસાઇલથી કરવામાં આવ્યો હોવાનું લાગે છે. આ જહાજના બે સ્ટોરેજને નુકસાન પહોંચ્યું છે. નુકસાન બાદ લાલસાગરમાં ઑઇલ લીક થઇ રહ્યું છે. જોકે, આ ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સાઉદી અરબ અને ઈરાનમાં ભારે તણાવ છે.
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading