આનંદો: બહુ ઝડપથી પેટ્રોલ રૂ. 5 સુધી થઈ શકે છે સસ્તું, કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો
આનંદો: બહુ ઝડપથી પેટ્રોલ રૂ. 5 સુધી થઈ શકે છે સસ્તું, કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
Petrol Price: આગામી દિવસોમાં પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના. નિષ્ણાતોનું કહેવું છે કે કાચા તેલની કિંમત ઘટતા તેનો સીધો ફાયદો ભારતને મળશે.
નવી દિલ્હી: ચીનમાં નબળો આર્થિક વિકાસ, કોરોના વાયરસના વધી રહેલા કેસ અને ઓપેક+ દેશોએ ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય કરતા કાચા તેલ (Crude oil)ના ભાવમાં ઘટાડો થયો છે. જેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પર જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાનો સુધીનો ઘટાડો થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કાચા તેલની કિંમતમાં થયેલા ઘટાડાનો સીધો ફાયદો ભારતમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે હાલ દેશના અનેક શહેરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. જોકે, છેલ્લા બે અઠવાડિયાથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે.
MCX પર ઓગસ્ટના કાચા તેલની ડિલીવરી 6,313 લૉટના 73 રૂપિયા એટલે કે 1.32 ટકા ઘટીને 5,444 રૂપિયા પ્રતિ બેરલ પર છે. જ્યારે સપ્ટેમ્બર ડિલીવરી 307 લૉટના વેપાર સાથે 69 રૂપિયા એટલે કે 1.26 ટકાના ઘટાડા સાથે 5415 રૂપિયા પ્રતિ બેરલ છે.
વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેએટ (WTI) ક્રૂડ 1.15% ઘટીને 73.08 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે, જ્યારે લંડન સ્થિત આંતરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.99% ઘટીને 74.66 ડૉલર પ્રતિ બેરલ થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ એનાલિસ્ટ (કોમોટિડીઝ) તપન પટેલનું કહેવું છે કે, તેલનો સૌથી વધારે ઉપયોગ કરનાર દેશમાં કારખાનાઓની ગતિવિધ મંદ પડતા, ચીનની આર્થિક સુધારની ચિંતામાં તેલની કિંમતમાં સોમવારે ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત અમેરિકા અને ચીન સહિત દુનિયાના અનેક દેશમાં કોરોનાના વધી રહેલા કેસની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. આ કારણે કાચા તેલની કિંમત ઘટી રહી છે.
કાચા તેલની કિંમત 75 ડોલરથી 72 ડોલર પ્રતિ બેરલ રહેવાની આશા છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધતા કિંમત ઘટીને 65 ડૉલર પ્રતિ બેરલ થઈ શકે છે. આવું થશે તો પેટ્રોલની કિંમત ઘટશે. શક્ય છે કે પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયા સુધી ઘટાડો થાય. એન્જલ બ્રોકિંગ લિમિટેડના એવીપી રિસર્ચ નૉન-એગ્રી કોમોડિટીઝ એન્ડ કરન્સી, પ્રથમેશ માલ્યાએ કહ્યુ કે, ઓપેક તરફથી તેલનું ઉત્પાદન વધારવા ઉપરાંત ચીનમાં ઔદ્યોગિત ક્ષેત્રની ધીમી વૃદ્ધિની અસર કાચા તેલ પર પડી શકે છે.
પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel Price Today)ની નવી કિંમત જાહેર થઈ ગઈ છે. આજે સતત 17મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. 18 જુલાઈ પછી સતત પેટ્રોલની કિંમત સ્થિર છે. આજે (3 ઓગસ્ટ, 2021) રાજધાની દિલ્હી (Delhi petrol price)માં પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ (Mumbai petrol price) 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર પર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર