Home /News /business /

ભારતમાં રૂ. 100 પ્રતિ લીટરને પાર જઈ શકે છે પેટ્રોલની કિંમત, જાણો - કારણ

ભારતમાં રૂ. 100 પ્રતિ લીટરને પાર જઈ શકે છે પેટ્રોલની કિંમત, જાણો - કારણ

દેશની મોટોભાગની પરિવહન વ્યવસ્થા ડીઝલના વાહનો ઉપર નિર્ભર છે.

જો અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ થઈ તો, ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવ 90 ડોલર પ્રતિ બેરલ પહોંચી શકે છે, જે હાલ 65 ડોલર પ્રતિ બેરલ છે.

    દુનિયાના સૌથી તાકાતવર દેશ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાન દ્વારા અમેરિકન સેનાનું ડ્રોન તોડી પડાયું તે મુખ્ય કારણ છે. આ ઘટના બાદ બંને દેશ વચ્ચે જંગની આશંકા વધી ગઈ છે. બંને દેશ વચ્ચે તણાવના સમાચાર માત્રથી કાચા તેલની કિંમતમાં 5 ટકાનો ઉછાળો આવી ગયો છે.

    એક્સપર્ટ અનુસાર, જો અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ થઈ તો, ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવ 90 ડોલર પ્રતિ બેરલ પહોંચી શકે છે, જે હાલ 65 ડોલર પ્રતિ બેરલ છે. ભારતમાં તેની અસર પેટ્રોલ પર જોવા મળશે. અને એક લીટર પેટ્રોલની કિંમત વધીને 100 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે.

    ઈરાન પર લાગી શકે છે નવા પ્રતિબંધ
    ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારથી ઈરાન પર નવા પ્રતિબંધ લગાવી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, અમે ઈરાનને પરમાણુ હથિયાર વિકસીત નહીં કરવા દઈએ. અમેરિકાએ ઈરાનના મિસાઈલ કન્ટ્રોલ સિસ્ટમ અને જાસૂસી નેટવર્ક પર કેટલીએ વખત સાઈબર હુમલા કર્યા.

    ભારત પર શું થશે અસર
    એક્સપર્ટનું કહેવું છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થવાની સ્થિતિમાં કાચા તેલના ભાવમાં વધારો થઈ શકે છે. આ ભાવ પ્રતિ બેરલ 90 ડોલર થઈ શકે છે.



    ઈરાનના રસ્તે તેલ ઈમ્પોર્ટ કરે છે ભારત
    એક્સપર્ટ અજય કેડિયાનું કહેવું છે કે, ફારસની ખાડીને દુનિયાનો સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ માનવામાં આવે છે. દુનિયાભરમાં એનર્જીનો મોટો માલ આ માર્ગથી જ સપ્લાય થાય છે. ભારત પોતાના તેલની જરૂરિયાત માટે 80 ટકા માલ આયાત કરે છે, અને આ પૂરી રીતે તેલ અને એલપીજી શિપમેન્ટ માટે આ રસ્તા પર નિર્ભર છે. જંગ થવા પર જો ઈરાન પોતાનો રસ્તો બંધ કરી દે તો, ભારતને તેલ ઈમ્પોર્ટ કરવું પણ મોંઘુ થઈ જાય.

    100 રૂપિયાને પાર જઈ શકે છે પેટ્રોલ-ડિઝલનો ભાવ
    એક્સપર્ટ અજય કેડિયા કાચા તેલનો ભાવ વધારો અને ઈમ્પોર્ટની અસર પેટ્રોલ અને ડિઝલના બાવ પર પડી શકે છે. જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ રૂપિયા 100ને પાર જઈ શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Between, Petrol price, યુધ્ધ

    આગામી સમાચાર