Petrol Diesel Price: એક મહિનામાં 3 રૂપિયાથી વધુ સસ્તું થયું ડીઝલ, ફટાફટ ચેક કરો આજનો નવો ભાવ

રોજ સવારે 6 વાગ્યે લાગુ થાય છે નવા દર, જાણો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

રોજ સવારે 6 વાગ્યે લાગુ થાય છે નવા દર, જાણો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

  • Share this:
    નવી દિલ્હીઃ ગત એક મહિનાના સમયમાં સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ ડીઝલના ભાવમાં ઘણો ઘટાડો કર્યો છે. ગત 3 ઓગસ્ટથી સમયાંતરે તેના ભાવમાં ઘટાડો થયા બાદ તેનો ભાવ સ્થિર રહ્યો. તેના કારણે મહિનાના સમયગાળામાં ડીઝલ 3.10 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ ચૂક્યું છે. જોકે, આજે ઓઇલ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા પર સ્થિર છે. બીજી તરફ એક લીટર ડીઝલનો ભાવ 70.46 રૂપિયા છે.

    જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 6 October 2020)

    દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

    રોજ સવારે 6 વાગ્યે લાગુ થાય છે નવા દર

    રોજ સવારે 6 વાગ્યે જ નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બે ગણો થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ગબડ્યા (Crude Oil Price Down) છે અને રુપિયામાં મજબૂતી પરત ફરી છે. એવામાં એક્સપર્ટ્સ સ્થાનિક સ્તર પર પેટ્રોલ – ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે.

    આ પણ વાંચો, અલર્ટ! 24046 Kmphની સ્પીડથી ધરતી તરફ આવી રહ્યો છે પ્લેન જેટલો મોટો એસ્ટરૉઇડ

    આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, દરવાજાના હેન્ડલ કે લિફ્ટના બટન સ્પર્શ કરવાથી નથી ફેલાતો કોરોના વાયરસ- રિસર્ચમાં દાવો

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: