પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો, જાણો ક્યારે સસ્તું થશે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો, જાણો ક્યારે સસ્તું થશે
મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાલના સ્તરથી પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાલના સ્તરથી પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત પાંચમા દિવસે વધારો જોવા મળ્યો છે. દેશની સરકારી ઓઇલ માર્કેર્ટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ ફરીથી રોજિંદી પેટ્રોલ-ડીઝલ ભાવોની સમીક્ષા શરૂ કરી દીધી છે. તેથી હવે ભાવમાં રોજ ફેરફાર થઈ રહ્યા છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલ (Petrol Rate Today)નો ભાવ 60 પૈસા વધીને 74 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ, ડીઝલ (Diesel Price Today)નો ભાવ પણ 60 પૈસા વધી ગયો છે. જ્યારે 5 દિવસમાં પેટ્રોલ 2.74 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.83 રૂપિયા પ્રતિ લીટર મોંઘો થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાલના સ્તરથી પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે.

  પેટ્રોલ-ડીઝલ ક્યારે સસ્તું થશે?  એક્સપર્ટ્સનું માનવું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં હાલ તેજી રોકાશે નહીં, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ વધવા લાગ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ભાવ 5 રૂપિયા પ્રતિ લીટર વધી શકે છે. નોંધનીય છે કે ભારત પોતાના ઇંધણની જરૂરિયાતનો 58 ટકા હિસ્સો આયાત કરે છે. પહેલા આ ઉત્પાદો પર સરકાર તરફથી કેટલીક સબ્સિડી આપવામાં આવતી હતી, પરંતુ જૂન 2017માં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવોને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવાનો નિર્ણય લીધો હતો. તેની સાથે જ ડીઝલ અને પેટ્રોલના ભાવની રોજેરોજ સમીક્ષા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો, Covid-19: અમદાવાદનો ડેથ રેટ દેશમાં સૌથી ગંભીર, દિલ્હીથી 4 ગણાં મોત

  તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો થયો વધારો?

  દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપની HPCL, BPCL અને IOCની વેબસાઇટ પર સવારે 6 વાગ્યા બાદ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. નવા ભાવ માટે તમારે વેબસાઇટ પર જઈને જાણકારી મેળવી શકો છો. આ ઉપરાંત મોબાઇલ ફોન પર SMS દ્વારા પણ ભાવ જાણી શકો છો.

  તમે 92249 92249 પર SMS મોકલીને પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વિશે માહિતી મેળવી શકો છો. તમારે RSP પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર મેસેજ મોકલવાનો હોય છે.

  આ પણ વાંચો, મનોરંજન જગત ફરી ગમગીન, ‘શ્રીગણેશ’ ફેમ એક્ટર જાગેશ મુકાતીએ દુનિયાને કહ્યું અલવિદા
  Published by:News18 Gujarati
  First published:June 11, 2020, 09:32 am