Petrol Price in Gujarat : ક્રૂડ ઓઇલની કિંમતમાં થયો ઘટાડો, સામાન્ય વ્યક્તિને વધુ રાહત મળે તેવી શક્યતા
Petrol Price in Gujarat : ક્રૂડ ઓઇલની કિંમતમાં થયો ઘટાડો, સામાન્ય વ્યક્તિને વધુ રાહત મળે તેવી શક્યતા
પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ
લગભગ અઢી મહિનાથી પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો થયો નથી. શનિવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $113 પર ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડ એક જ દિવસમાં તેની ઊંચાઈથી 5 ટકાથી વધુ તૂટ્યું છે.
શનિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol-Diesel Rate) કોઈ વધારો થયો નથી. વાસ્તવમાં યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો પર અસર પડી છે અને કાચા તેલના ભાવમાં અચાનક ઘટાડો થયો છે.
લગભગ અઢી મહિનાથી પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો થયો નથી. શનિવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $113 પર ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડ એક જ દિવસમાં તેની ઊંચાઈથી 5 ટકાથી વધુ તૂટ્યું છે. જો કાચા તેલમાં વધુ નરમાઈ આવશે તો માનવામાં આવી રહ્યું છે કે દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નહીં થાય. આવી સ્થિતિમાં સામાન્ય લોકોને રાહત મળી શકે છે.
તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી પેટ્રોલની કિંમતમાં મહત્તમ 9 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી અને તમામ શહેરોમાં જુના ભાવે જ પેટ્રોલ વેચાઇ રહ્યુ છે.
દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નાઈમાં પણ પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર છે.
આ રીતે જાણી શકો છો લેટેસ્ટ ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક દર પણ જાણી શકો છો (ડીઝલ પેટ્રોલની કિંમત દરરોજ કેવી રીતે તપાસો). ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice નંબર 9222201122 પર મોકલીને કિંમત જાણી શકે છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર