Petrol-Diesel Price Today on 5 July 2021: પેટ્રોલ ભરાવનાર વાહન ચાલકોને આજે વધુ નાણા ચૂકવવા પડશે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલની કિંમત (Petrol Price Today)માં આજે ફરી વધારો કરી દીધો છે. બીજી તરફ, ડીઝલની કિંમત (Diesel Price Today) સ્થિર છે. પેટ્રોલની કિંમતમાં આજે 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 99.86 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. દિલ્હીમાં પણ ટૂંક સમયમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ જશે. નોંધનીય છે કે, જુલાઈ મહિનામાં આ ત્રીજી વાર ભાવવધારો થયો છે. દેશના 730 જિલ્લામાંથી 322 જિલ્લા એવા છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયાથી મોંઘું વેચાઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચું તેલ 76 ડૉલર પ્રતિ બેરલથી પણ મોંઘું થઈ ગયું છે. સ્થાનિક ઇંધણના ભાવ હજુ પણ વધવાની શક્યતા લાગી રહી છે. આ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે, જ્યારે ઘટાડો માત્ર ચાર વાર જોવા મળ્યો છે.
વર્ષ 2021માં પેટ્રોલની કિંમતો અત્યાર સુધીમાં 15 ટકા વધી છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન કિંમતોમાં સ્થિરતા જોવા મળી હતી. ત્યારબાદથી સતત તેજી ચાલુ છે. પેટ્રોલના ભાવ એક વર્ષમાં 19.43 રૂપિયા સુધી વધી ચૂક્યા છે.
The price of petrol & diesel in #Delhi is at Rs 99.86 per litre and Rs 89.36 per litre respectively today
આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર