દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યાં, આવતા વર્ષે ભાવ 150 રૂપિયા પ્રતિ લીટર પહોંચવાનો અંદાજ!

પેટ્રોલ-ડીઝલ કિંમત (પ્રતીકાત્મક તસવીર)

Petrol price today: મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 113.80 રૂપિયા અને ડીઝલની કિંમત 104.75 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 104.83 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

  • Share this:
    મુંબઈ: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel price) નવી ઊંચાઈએ પહોંચી છે. ઓઇલ કંપનીઓએ બે દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો (Petrol Diesel price hike- 27 October 2021) કર્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (New Delhi Petrol Diesel price)માં લીટરે 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.94 રૂપિયા પ્રતિ લીટર થઈ છે, જ્યારે ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. બીજી બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સ (Goldman Sachs) તરફથી એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. આ અહેવાલ સાચો ઠરે તો આવતા વર્ષે ભારતમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 140 રૂપિયા પ્રતિ લીટર આસપાસ પહોંચી શકે છે.

    દેશના અન્ય શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

    આ સાથે જ મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 113.80 રૂપિયા અને ડીઝલની કિંમત 104.75 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 104.83 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. દેશના ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલની સૌથી વધારે કિંમત મુંબઈમાં છે. ઉલ્લેખનીય છે કે VATના દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગ અલગ હોવાથી એક જ રાજ્યના અલગ અલગ શહેરમાં ભાવમાં તફાવત હોય છે.

    આ પણ વાંચો: કાર ખરીદવાનું વિચારી રહ્યો છો તો જરા થોભો! Tata Tiago સહિત આ ત્રણ CNG કાર બહુ ઝડપથી થશે લૉંચ

    ક્રૂડ ઓઇલનો ભાવ આવતા વર્ષે 110 ડોલર થવાની સંભાવના: ગોલ્ડમેન સાક્સ

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે ગ્લોબલ ફાઇનાન્સિયલ બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સ તરફથી તાજેતરમાં એક સંશોધન અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કંપનીએ અંદાજ લગાવ્યો છે કે ક્રૂડ ઓઇલના ભાવ આગામી વર્ષે પ્રતિ બેરલ 110 બેરલની સપાટીએ પહોંચી શકે છે. આ કિંમત હાલના 85 ડોલર પ્રતિ બેરલની કિંમતથી 30% વધારે છે. ગોલ્ડમેન્ટ સાક્સના ઓઇલ એનાલિસ્ટોનું માનવું છે કે ક્રૂડ ઓઇલની માંગ અને પુરવઠા વચ્ચે જે અસમાનતા છે તેનાથી ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને પહોંચી શકે છે. ક્રૂડ ઓઇલની હાલની માંગ લગભગ કોવિડ પહેલાથી સ્થિતિએ પહોંચી ગઈ છે. આ કિંમતમાં આવતા વર્ષે ઉછાળાની સંભાવના રહેલી છે.

    ભારતમાં પેટ્રોલનો ભાવ 150 રૂપિયા થઈ શકે!

    પેટ્રોલ પેદાશો પર જો 30 ટકાનો વધારો થાય તો ભારતમાં આ હિસાબે પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 140 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી શકે છે. આજે (27 ઓક્ટોબર) દેશના આર્થિક પાટનગર મુંબઈમાં પેટ્રોલની કિંમત 113.80 રૂપિયા અને ડીઝલની કિંમત 104.75 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે.

    ગોલ્ડમેન સાક્સનું કહેવું છે કે વિશ્વમાં હાલ દૈનિક ક્રૂડ ઓઇલની માંગ 99 મિલિયન બેરલ છે, જે બહુ ઝડપથી તે પ્રતિદિન 100 મિલિયન બેરલ થઈ શકે છે. એટલે કે દૈનિક ક્રૂડ ઓઇલની માંગ કોવિડ પહેલાની સ્થિતિ પ્રમાણે થઈ જશે.

    ગુજરાતમાં CNGની કિંમત

    એકબાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ સીએનજીની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સીએનજી કંપનીઓ પણ સતત ભાવ વધારો કરી રહી હોવાથી રિક્ષા ચાલકોથી લઈને સીએનજી ફ્યૂઅલ વ્હીકલ ધરાવતા લોકો પરેશાન છે.

    આ પણ વાંચો: પેટ્રોલ અને ડીઝલનો નહીં રહે કોઈ 'ભાવ', 2030 સુધીમાં 'પાણી'થી ચાલશે બસ-ટ્રક!

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: