Home /News /business /

આસમાને પેટ્રોલ-ડિઝલના ભાવ, ઈલેક્ટ્રીક ગાડીયોના ઘટશે ભાવ!

આસમાને પેટ્રોલ-ડિઝલના ભાવ, ઈલેક્ટ્રીક ગાડીયોના ઘટશે ભાવ!

કંપનીઓએ દેશભરમાં 25,000 નવા પેટ્રોલ પંપ ખોલવાની યોજના બનાવી છે

2018માં અત્યારસુધી પેટ્રોલ 4 રૂપિયા અને ડિઝલ 5-6 રૂપિયા મોંધુ થઈ ગયું છે...

    સામાન્ય પ્રજા પર તેલ બોમ્બ ફૂટ્યો છે. પેટ્રોલ-ડિઝલે કંઝ્યુમર તેલ નિકાળી દીધુ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત પાછળના 55 મહિનામાં સૌથી વધારે છે, જ્યારે ડિઝલ પોતાની અત્યાર સુધીની સૌથી વધારે કિંમત પર પહોંચી ગયું છે. આ મહિનામાં અત્યારસુધીમાં પેટ્રોલ 50 પૈસા મોંઘુ થઈ ગયું છે., જ્યારે ડિઝલ 90 પૈસા. જ્યારે 2018માં અત્યારસુધી પેટ્રોલ 4 રૂપિયા અને ડિઝલ 5-6 રૂપિયા મોંધુ થઈ ગયું છે.

    ઉલ્લેખનીય છે કે, કાચા તેલમાં આગ, આંતરરાષ્ટ્રીય કિંમત વધવાના કારણે લાગી છે. આ સમયે કિંમત 2014 બાદ સૌથી ઉપરના સ્તર પર છે. કાચા તેલના ઓછા સપ્લાયના કારણે કિંમતો પર દબાણ વધ્યું છે. આ બાજુ સીરિયાને લઈ તણાવ અને ઈરાન પર અમેરિકાના પ્રતિબંધની આશંકાના કારણે પણ ભાવ વધી રહ્યા છે. બધાની નજર તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની બેઠક પર હતી, કે કદાચ ત્યાંથી કોઈ સારા સમાચાર આવે. પરંતુ સારી આશા પર પાણી ફરી વળ્યું. ઓપેકે કાચા તેલના ઉત્પાદકમાં કટોતી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં ઓપેકે એ સંકેત પણ આપ્યા છે કે, આગળ પણ તેલની કિંમત વધી શકે છે.

    માત્ર પેટ્રોલ-ડિઝલ જ મોંઘું નથી થઈ રહ્યું, ગાડીઓની કિંમત પણ વધવાની છે. ટુંક સમયમાં ડિઝીટલ ગાડીઓ મોંઘી અને ઈલેક્ટ્રીક ગાડીઓ સસ્તી થઈ શકે છે. ગુવાહાટીમાં રાજ્યોના ટ્રાંસપોર્ટ મંત્રીઓની બેઠકમાં ડિઝલ ગાડીઓ પર 2 ટકા રોડ ટેક્સ વધારવાનો અને ઈલેક્ટ્રીક ગાડીઓ પર ટેક્સ ઘટાડવા પર સહમતી બની ગઈ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Diesel, Electric car, Petrol

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन