દેશના આ શહેરમાં પેટ્રોલનો ભાવ પહોંચ્યો 100 રૂપિયા નજીક, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

દેશના આ શહેરમાં પેટ્રોલનો ભાવ પહોંચ્યો 100 રૂપિયા નજીક, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
પ્રતીકાત્મક તસવીર

આજે રવિવારે મુંબઇમાં (Mumbai) આજે ભાવમાં કોઇ વધારો ન થતા પેટ્રોલનાં ભાવ 92.28 રૂપિયા પ્રતિ લીટર છે.

  • Share this:
    બે દિવસની તેજી બાદ આજે પેટ્રોલ (Petrol Price) ડીઝલના ભાવમાં (Diesel price) સામાન્ય જનતાને થોડી રાહત મળી છે. દેશની સરકારી કંપનીઓએ પેટ્રોલ ડીઝલના રેટ્સમાં કોઇ વધારો કર્યો નથી. છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં કૂદકેને ભૂસકે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યાં છે. ત્યારે શનિવારે રાજસ્થાનમાં (Ganganagar, Rajasthan) પેટ્રોલની કિંમત રૂપિયા 100 નજીક પહોંચી છે. રાજસ્થાનના ગંગાનગરમાં શનિવારે પેટ્રોલની કિંમત રૂપિયા 97.50 પ્રતિ લિટર રહી હતી. જે દેશમાં સૌથી વધુ છે. મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલની કિંમત રૂપિયા 93.56 અને મુંબઇમાં 92.28 પ્રતિ લિટર રહી હતી. જ્યારે આજે રવિવારે મુંબઇમાં (Mumbai) આજે ભાવમાં કોઇ વધારો ન થતા પેટ્રોલનાં ભાવ 92.28 રૂપિયા પ્રતિ લીટર છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 24 January 2021)


    • દિલ્હી- પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75.88 રૂપિયા પ્રતિ લીટર છે.
    • મુંબઈ- પેટ્રોલ 92.28 રૂપિયા અને ડીઝલ 82.66 રૂપિયા પ્રતિ લીટર છે.

    • કોલકાતા- પેટ્રોલ 87.11 રૂપિયા અને ડીઝલ 79.48 રૂપિયા પ્રતિ લીટર છે.

    • ચેન્નઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 81.14 રૂપિયા પ્રતિ લીટર છે.


    રાજ્યમાં આજથી જાણો ક્યાં સુધી પડશે કડકડતી ઠંડી, ચાર ડિગ્રી સુધી ગગડશે પારો

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    Jioનો જોરદાર પ્લાન, એકવાર રિચાર્જ કરી એક વર્ષ માટે મેળવો અનલિમિટેડ કોલિંગ, ડેટા પણ મળશે



    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:January 24, 2021, 12:43 pm

    ટૉપ ન્યૂઝ