Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 11 દિવસથી સ્થિર, જાણો ગુજરાતના 4 શહેરોના રેટ્સ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 16 September 2021: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો

  • Share this:
    Petrol-Diesel Rates, 16th September 2021: પેટ્રોલ અને ડીઝલની કિંમતો લાંબા સમયથી જનતાને ઝટકો નથી આપી રહી. થોડા દિવસો પહેલા ફ્યૂઅલ સસ્તું થયા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરી એકવાર સ્થિર થઈ ગઈ છે. આજે ગુરુવારે (16 સપ્ટેમ્બર 2021) સતત 11મા દિવસે પણ સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલ અને (Petrol Price Today) ડીઝલના ભાવમાં (Diesel Price Today) કોઈ ફેરફાર નથી કર્યો. ઓઇલ કંપનીઓએ છેલ્લીવાર 5 સપ્ટેમ્બરે કિંમતોમાં ઘટાડો કર્યો હતો. તે દિવસે પેટ્રોલ-ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તા થયા હતા. પરંતુ ત્યારબાદ કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરાયો.

    ઈન્ડિયન ઓઇલની (Indian Oil) વેબસાઇટ મુજબ, ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 101.19 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે મુંબઈમાં 107.26 રૂપિયે લીટર છે. કોલકાતામાં પેટ્રોલનો રેટ 101.63 રૂપિયા અને ચેન્નઈમાં 98.96 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં ડીઝલ આજે 88.62 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલના રેટ 96.19 રૂપિયા લીટર છે, કોલકાતામાં ડીઝલના ભાવ 91.71 રૂપિયા, કોલકાતામાં 93.26 રૂપિયા પ્રતિ લીટર છે.

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, માત્ર 150 રૂપિયામાં લો LICની આ પોલિસી, થશે 19 લાખનો ફાયદો, ઈચ્છો ત્યારે પૈસા પાછા, જાણો કેવી રીતે

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 16th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, NFT એટલે શું? Cryptocurrencyની જેમ કઈ રીતે થઈ શકો છો માલામાલ?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: