હવે મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ! 2 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી શકે છે એક્સસાઇઝ ડ્યૂટી

પ્રતીકાત્મક તસવીર

CNBC આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ, આગામી 2થી 3 દિવસમાં સરકાર પેટ્રોલ-ડીઝલ પર એક્સસાઈઝ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી શકે છે

  • Share this:
    (અસીમ મનચંદા, એસોસિએટ એડિટર, CNBC આવાજ)

    પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી એકવાર તેજી આવી શકે છે. CNBC આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ, આગામી 2થી 3 દિવસમાં સરકાર પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી શકે છે. સરકાર 2 રૂપિયા પ્રતિ લીટર સુધી એક્સાઇઝ ડ્યૂટી વધારી શકે છે. આપને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં સરકારે પેટ્રોલ-ડીઝલ સસ્તા કરવા માટે એક્સાઇઝ ડ્યૂટીમાં 1 રૂપિયો પ્રતિ લીટરનો કાપ મૂક્યો હતો.

    વધી શકે છે એક્સાઇઝ ડ્યૂટી
    - સરકારમાં ડ્યૂટી વધારવા પર સહમતિ સધાઈ
    - 4 ઓક્ટોબરથી અત્યાર સુધી પેટ્રોલ 13.10 રૂપિયા પ્રતિ લીટર જેટલું સસ્તું
    - 4 ઓક્ટોબરથી અત્યાર સુધી ડીઝલ 9.90 રૂપિયા પ્રતિ લીટર જેટલું સસ્તું
    - 11 મહિનાના નીચલા સ્તરે પેટ્રોલ-ડીઝલની કિંમતો
    - કાચા તેલમાં ઘટાડો, રૂપિયામાં મજબૂતીથી ભાવ ઘટ્યા
    - કાચું તેલ 1 વર્ષના સૌથી નીચલા સ્તરે

    આ પણ વાંચો, ઓપેકે વધારી મોદી સરકારની મુશ્કેલી, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધવાના અણસાર

    હાલમાં કેટલી છે એક્સાઇઝ ડ્યૂટી?
    કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ પર 18.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 14.33 રૂપિયા પ્રતિ લીટરની એક્સાસાઈઝ ડ્યૂટી વસૂલી રહી છે. ત્યારબાદ વેટ લાગે છે, જેના દર અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ છે. ક્રૂડના ભાવમાં ઘટાડો અને રૂપિયામાં તેજીથી થયેલી સતત કાપના કારણે આ સપ્તાહના શરૂઆતમાં મુંબઈમાં પેટ્રોલની કિંમતમ 80 રૂપિયા પ્રતિ લીટરથી નીચે આવી ચૂકી છે.

    ઓક્ટોબરમાં ઘટાડી હતી એક્સાઇઝ ડ્યૂટી
    લગભગ બે મહિના પહેલા ક્રૂડ ઓઇલ 86.74 ડોલર પ્રતિ બેરલના સ્તરે હતું. ઓક્ટોબરની શરૂઆતમાં જ્યારે તેલની કિંમત 85 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી, તે સમયે બધે જ ચિંતા વધતી જઈ રહી હતી. ભારત સરકારનું માનવું હતું કે તેલ કિંમતોમાં આ તેજી થોડાક સમય માટે જ છે. પરંતુ તેમ છતાંય દેશની જનતાને મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહેલી મુશ્કેલીને જોતા સરકારે 4 ઓક્ટોબરે ફ્યૂલ પર એક્સાઇઝ ડ્યૂટી 1 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી દીધી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: