Petrol Diesel Rate Today: સાત દિવસથી નથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, શું આ ભાવ ઘટાડાનો સંકેત છે?
Petrol Diesel Rate Today: સાત દિવસથી નથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, શું આ ભાવ ઘટાડાનો સંકેત છે?
પ્રતીકાત્મક તસવીર
Petrol Diesel Rate Today: સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા સાત દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.17, જ્યારે ડીઝલની કિંમત 81.47 રૂપિયા પ્રતિ લીટર છે.
નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) તરફથી છેલ્લા સાત દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel Prices)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો હિસ્સો કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ સ્વરૂપે હોય છે. એવામાં જો કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવશે તો આમ આદમીને ખૂબ મોટો ફાયદો થશે. આનાથી કિંમતમાં મોટો ઘટાડો શક્ય છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ
પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવીને કેન્દ્ર સરકારે આમ આદમીને મોટી રાહત આપી શકે છે. હાલમાં દરેક રાજ્ય પોતાની જરૂરિયાત પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ પર વેટ લગાવે છે. જ્યારે કેન્દ્ર સરકારે તેના પર એક્સાઇઝ ડ્યૂટી વસૂલ કરે છે. દેશના અમુક ભાગોમાં હાલ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે.
આ સમયે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો કિંમત સર્વોચ્ચ (All Time High) સપાટીએ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત 81.47 રૂપિયા અને એક લીટર પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.57 રૂપિયા અને ડીઝલની કિંમત 88.60 રૂપિયા પ્રતિ લીટર છે.
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.
હવે SMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરીને 9224992249 નંબર પર SMS મોકલો. દરેક શહેરનો કોડ IOCLની વેબસાઇટ પરથી મેળવી શકાશે. જ્યારે BPCL ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPrice લખીને 9222201122 મેસેજ મોકલીને પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર