Petrol Diesel Price Today: આજે આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા કે મોંઘા? ફટાફટ કરો ચેક

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Petrol Diesel Price Today: આજે વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો પેટ્રોલ અને ડીઝલનો લેટેસ્ટ ભાવ

  • Share this:
    Petrol Diesel Price, 27 August 2021: શુક્રવાર, 27 ઓગસ્ટ 2021 માટે સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે કોઈ પ્રકારનો ફેરફાર નથી કરાયો. આ સપ્તાહ મંગળવારે ઈંધણના ભાવમાં (Fuel Rates) ઘટાડો થયો હતો. ત્યારબાદથી કિંમતો સ્થિર છે. બીજી તરફ, દેશના અનેક શહેરોમાં પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમત (Diesel Price Today) 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગઈ છે. દેશમાં ઇંધણ રેકોર્ડ કિંમતો પર વેચાઈ રહ્યા છે. તેના કારણે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કારણ કે કોઈ પણ સામાનના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ચૂક્યો છે. એવામાં સામાન્ય જનતાના ખીસ્સા પર તેની સીધી અસર થઈ રહી છે.

    આજે જો ઈંધણના ભાવ (Fuel Rates) પર નજર કરીએ તો ઈન્ડિયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ મુજબ કિંમતો સ્થિર છે. મંગળવારે રાજધાની દિલ્હી (Delhi) સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 પૈસા સુધી ઘટાડો થયો હતો.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 27 August 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.52 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.20 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.82 રૂપિયા અને ડીઝલ 91.98 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.79 રૂપિયા અને ડીઝલ 89.49 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.98 રૂપિયા અને ડીઝલ 94.34 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.56 રૂપિયા અને ડીઝલ 89.29 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.66 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Multibagger Stock 2021: આ કેમિકલ સ્ટોકે રોકાણકારોના 1 લાખને બનાવી દીધા 1.11 કરોડ, હજી છે કમાણી કરવાની તક

    અમદાવાદ અને સુરતના ઈંધણના ભાવ ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.27 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.12 રૂપિયા અને ડીઝલ 95.65 રૂપિયા પ્રતિ લીટર

    આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર

    આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે.

    આ પણ વાંચો, 7th pay commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી! પગારમાં દર મહિને 4500 રૂપિયાનો મળશે ફાયદો, જાણો કેવી રીતે

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: