Home /News /business /Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો આપના શહેરમાં શું છે કિંમત

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો આપના શહેરમાં શું છે કિંમત

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol Diesel Price Today: અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પેટ્રોલ અને ડીઝલ કયા ભાવે વેચાઈ રહ્યા છે, જાણો એક ક્લિકમાં

Petrol Diesel Price Today, 10 August 2021: પેટ્રોલ-ડીઝલની વધતી-ઘટતી કિંમતોની સીધી અસર જનતાના ખિસ્સા પર પડે છે. તેથી તેની કિંમતોમાં થઈ રહેલા ફેરફાર પર લોકોની સતત નજર રહે છે. દેશની સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) મંગળવાર, 10 ઓગસ્ટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે સતત 24મા દિવસે પણ પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના ભાવ (Diesel Price Today)માં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. મૂળે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં (Crude Oil Rates) સુસ્તીની વચ્ચે સ્થાનિક કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat: 10 August 2021)

>> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

19 રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.

10 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 10 August 2021)

>> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ – પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
>> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.50 રૂપિયા પ્રતિ લીટર
>> રાંચી – પેટ્રોલ 96.68 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર
>> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
>> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.57 રૂપિયા પ્રતિ લીટર
>> ભોપાલ – પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર

નોંધનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
" isDesktop="true" id="1122835" >

આ પણ વાંચો, Vivo Y53s બજેટ સ્માર્ટફોન ભારતમાં થયો લૉન્ચ, 64 મેગાપિક્સલ કેમેરાનો છે સપોર્ટ, જાણો કિંમત

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
First published:

Tags: Diesel Price, Diesel price in gujarat, Diesel Price Today, Petrol price, Petrol price in Gujarat, Petrol Price Today, Petrol rate

विज्ञापन