Petrol Diesel Price Today: 31 દિવસ બાદ ડીઝલનો ભાવ ઘટ્યો, જાણો શું છે આપના શહેરમાં પેટ્રોલનો ભાવ

Petrol Diesel Price Today: દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલનો ભાવ 20 પૈસા પ્રતિ લીટર સુધી ઘટ્યો, ફટાફટ જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

Petrol Diesel Price Today: દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલનો ભાવ 20 પૈસા પ્રતિ લીટર સુધી ઘટ્યો, ફટાફટ જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

  • Share this:
    Petrol Diesel Price Today, 18 August 2021: પેટ્રોલ અને ડીઝલ ના વધતા-ઘટતા ભાવની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. ઇંધણ મોંઘું થવાથી જીવન જરૂરિયાતની તમામ ચીજોની કિંમતો વધી જાય છે. તેથી આપણી નજર પેટ્રોલ અને ડીઝલના ભાવ (Fuel Rates) પર ટકેલી રહે છે. દેશની સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) બુધવાર 18 ઓગસ્ટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. ઈન્ડિયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ મુજબ, આજે ઇંધણની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગત એક મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હતા. આજે ડીઝલના ભાવ (Diesel Price Today)માં ઘટાડો કરવામાં આવ્યો છે અને પેટ્રોલનો ભાવ (Petrol Price Today) સ્થિર છે. દેશના મુખ્ય શહેરોમાં 20 પૈસા સુધી ડીઝલનો ભાવ ઘટ્યો છે. ઓઇલ કંપનીઓએ છેલ્લીવાર 17 જુલાઈએ પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

    આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ (Crude Oil Rates)માં વધારો અને ભારે ભરખમ ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો રેકોર્ડ સ્તર પર છે. ભાવ વધારાના કારણે 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિભિન્ન શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની ઉપર વેચાઈ રહ્યું છે.

    આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે.

    18 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 18 August 2021)

    >> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.67 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.24 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ – પેટ્રોલ 99.47 રૂપિયા અને ડીઝલ 94.20રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 92.82 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ – પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.05 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.31 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 90.06 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.31 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Indian Railways: આ ટ્રેન દ્વારા મુસાફરી કરવા પર મહિલા યાત્રીઓને મળશે કેશબેક, જાણો કેટલો મળશે લાભ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: