Home /News /business /રશિયા-યુક્રેન જંગ વચ્ચે ઘણાં શહેરોમાં બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો આપનાં શહેરમાં શું છે કિંમત

રશિયા-યુક્રેન જંગ વચ્ચે ઘણાં શહેરોમાં બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો આપનાં શહેરમાં શું છે કિંમત

પેટ્રોલ ડીઝલનાં ભાવમાં સામાન્ય વધારો

Petrol Diesel Prices Today: સરકારી ઓઇલ કંપનીઓએ શુક્રવારે ઘણાં બધા મહાનગરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં બદલાવ કર્યો છે. કારણ કે, રશિયા-યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) કારણે ક્રૂડ ઓઇલનો (Crude Oil Price) ભાવ સતત વધતો જઇ રહ્યો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન જંગને કારણે સરકારી ઓઇલ કંપનીઓએ શુક્રવારે રાજ્યોની રાજધાનીમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં બદલાવ (Change in Petrol Diesel Price) કર્યો છે. યૂપીનાં લખનઉમાં જ્યાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ સસ્તા થયા, ત્યાં નોયડામાં ભાવ વધ્યાં છે.

ઓઇલ કંપનીઓએ છેલ્લાં ચાર મહિનાથી દિલ્હી અને કોલકાત્તા જેવાં મહાનગરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી. જોકે, મુંબઇમાં હજુ પણ પેટ્રોલનાં ભાવ સૌથી વધુ 110 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે. શુક્રવારનાં ચેન્નઇમાં પેટ્રોલમાં 11 પૈસા મોંધુ થયું છે. જ્યારે નોયડામાં 13 પૈસાનો વધારો થયો છે. ગુજરાતનાં મહાનગર અને રાજધાનીની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા અને સુરતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. જ્યારે ગાંધીનગરમાં સમાન્ય એક પૈસાનો વધારો નોંધાયો છે.

આપનાં શહેરનો પેટ્રોલ-ડીઝલનો ભાવ

-ગાંધીનર પેટ્રોલ 95.36 રૂપિયા અને ડીઝલ 89.34 રૂપિયા પ્રતિ લીટર
-અમદાવાદ પેટ્રોલ 95.13 રૂપિયા અને ડીઝલ 89.12 રૂપિયા પ્રતિ લીટર
-વડોદરામાં પેટ્રોલ 94.78 રૂપિયા અને ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લીટર
-સુરતમાં પેટ્રોલ 95.01 રૂપિયા અને ડીઝલ 89.01 રૂપિયા પ્રતિ લીટર
-દિલ્હી પેટ્રોલ - 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર
-મુંબઇમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર
-ચેન્નઇ પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 9143 રૂપિયા પ્રતિ લીટર
-કોલકત્તા પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર
-બેંગલુરુ પેટ્રોલ 100.58 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયા પ્રતિ લીટર
-લખનઉ પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર
-પટના પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો-LPG Price Hike: એપ્રિલ 2022થી મોંઘું થશે રાંધવું, બમણાં થઇ શકે છે ગેસનાં ભાવ

પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઇમાં 110 રૂપિયાની આસપાસ છે. જ્યારે હૈદરાબાદમાં 108.20 રૂપિયા લીટર તે વેચાય છે. ખરેખરમાં મોદી સરકારે દેશનાં ઘણાં ભાગમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી વધુ થયા બાદ 4 નવેમ્બર 2021નાં પેટ્રોલ ઉપર ઉત્પાદ શુલ્ક 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી હતી. કહેવાય છે કે, રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને મોંઘવારીને જોતા સરકારે ઇંધણનાં ભાવ વધારતાં અચકાઇ રહી છે. સરકારે 15 જૂન, 2017થી ઓઇલનાં ભાવ બજાર આધીન કરી દીધા છે. જેનાંથી તેનો ભાવ રોજ-બરોજ નક્કી થાય છે.

આ રીતે જાણી શકો છો આજનો તાજા ભાવ-

પેટ્રોલ ડીઝલનાં રોજનાં ભાવ આપ SMS દ્વારા પણ જાણી શકો છે. (How to check diesel petrol price daily) ઇન્ડિયન ઓઇલનાં કસ્ટમર RSP લખી 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP લખી 9223112222 નંબર પર મોકલી જાણકારી મેળવી શકો છો. તો, HPCLનાં ગ્રાહકો HPPrice લખી 9222201122 નંબર પર મોકલી ભાવ મેળવી શકો છો.
" isDesktop="true" id="1183053" >

ક્રૂડ ઓઇલ- ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)નાં આંતરરાષ્ટ્રીય ભાવમાં 99.38 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે. ક્રૂડ ઓઇલનો આ રેટ ગત સાત વર્ષમાં હાઇએસ્ટ છે. જેમાં તેજીની આશંકા જતાવવામાં આવી રહી છે. માંગની સરખામણીએ ઓછી ગ્લોબલ સપ્લાય રશીયા અને પશ્ચિમી દેશ વચ્ચે વધતો તણાવ અને અમેરિકામાં ખરાબ હવામાનને કારણે ક્રૂડનાં ભાવ સતત વધી રહ્યાં છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે, મજબૂત ડિમાન્ડને જોતા જલદી જ ક્રૂડનાં ભાવ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ફક્ત આ વર્ષે તેનો ભાવ આશરે 20 ટકા વધ્યો છે.
First published:

Tags: Diesel Price, Petrol diesel prices today, Petrol price