Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ રેકોર્ડ હાઇ પર, આ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ રેકોર્ડ હાઇ પર, આ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગત એક સપ્તાહથી સતત વૃદ્ધિ જોવા મળી રહી છે, જાણો આપના શહેરમાં કેટલી વધી કિંમત

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગત એક સપ્તાહથી સતત વૃદ્ધિ જોવા મળી રહી છે, જાણો આપના શહેરમાં કેટલી વધી કિંમત

  • Share this:
    નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price Today)માં ગત એક સપ્તાહથી સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધીને મંગળવારે રેકોર્ડ હાઇ પર પહોંચી ગઈ છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. સરકારી ઓઇલ કંપનીઓ તરફથી જાહેર થયેલા નવા ભાવ મુજબ પેટ્રોલની કિંમત (Petrol Price Today)માં આજે 27 પૈસા અને ડીઝલની કિંમત (Diesel Price Today)માં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ કાલે પેટ્રોલની કિંમતમાં 26 પૈસા અને ડીઝલના કિંમતમાં 33 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.

    જાણો કયા શહેરોમાં 100 રૂપિયા લીટરને પાર છે પેટ્રોલ...



    >> શ્રીગંગાનગરમાં પેટ્રોલ 102.70 રૂપિયા અને ડીઝલ 95.06 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> અનૂપપુરમાં પેટ્રોલ 102.40 રૂપિયા અને ડીઝલ 93.06 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> રીવામાં પેટ્રોલ 102.04 રૂપિયા અને ડીઝલ 92.73 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> પરભણીમાં પેટ્રોલ 100.50 રૂપિયા અને ડીઝલ 90.41 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ઈન્દોરમાં પેટ્રોલ 99.90 રૂપિયા અને ડીઝલ 90.77 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ભોપાલમાં પેટ્રોલ 99.83 રૂપિયા અને ડીઝલ 90.68 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, 1 કિલો ઘાસની કિંમતમાં ખરીદી શકો છો દોઢ તોલા સોનું, Hop Shoots કેમ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી?

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 11 May 2021)

    દિલ્હી- પેટ્રોલ 91.80 રૂપિયા અને ડીઝલ 82.36 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 98.12 રૂપિયા અને ડીઝલ 89.48 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 91.92 રૂપિયા અને ડીઝલ 85.20 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 93.62 રૂપિયા અને ડીઝલ 87.25 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ટમેટાં 1 રૂપિયે કિલોગ્રામ પણ ન વેચાતાં આક્રોશિત ખેડૂતોએ 50 ક્વિન્ટલ ઉપજ પર ટ્રેક્ટર ફેરવી દીધું



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:May 11, 2021, 09:00 am

    ટૉપ ન્યૂઝ