Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આપના શહેરમાં કેટલું મોંઘું થયું

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આપના શહેરમાં કેટલું મોંઘું થયું
18 દિવસ બાદ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, આપના વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા ફટાફટ જાણી લો આજના ભાવ

18 દિવસ બાદ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, આપના વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા ફટાફટ જાણી લો આજના ભાવ

  • Share this:
    Petrol-Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવ 18 દિવસ સ્થિર રહ્યા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ (Government oil companies) આજે તેના ભાવ વધારી દીધા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15થી 20 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં વધારો (Petrol Price Hike)થવાથી દેશની રાજધાની દિલ્હી (Delhi)માં મંગળવારે તે 90.55 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો. બીજી તરફ, ડીઝલ (Diesel Price Hike)ની વાત કરવામાં આવે તો 81 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે.

    18 દિવસ બાદ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ



    નોંધનીય છે કે, પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા 15 એપ્રિલે પેટ્રોલ 16 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 14 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તું થયું હતું. ત્યારબાદથી કિંમતો સતત સ્થિર રહી હતી.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 4 May 2021)
    દિલ્હી- પેટ્રોલ 90.55 રૂપિયા અને ડીઝલ 80.91 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 96.95 રૂપિયા અને ડીઝલ 87.98 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 90.76 રૂપિયા અને ડીઝલ 83.78 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 92.55 રૂપિયા અને ડીઝલ 85.90 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સે મેલિન્ડાને આપ્યા છૂટાછેડા, કહ્યુ- ‘હવે સાથે નહીં રહી શકે’

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, યોગી આદિત્યનાથને ફરી મળી મારી નાખવાની ધમકી, કહ્યું- ‘4 દિવસ બચ્યા છે જે કરવું હોય કરી લો’

    નોંધનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાગ લગભગ બમણો થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સસાઇઝ ડ્યૂટી અને રાજ્ય સરકારોનો વેટ હટાવી દેવાય તો ડીઝલ અને પેટ્રોલના ભાવ લગભગ 27 રૂપિયા પ્રતિ લીટર રહેતો. પરંતુ કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, બંને કોઈ પણ કિંમત પર ટેક્સ નહીં હટાવી શકે કારણ કે રેવન્યૂનો એક મોટો હિસ્સો અહીંથી આવે છે.
    Published by:Mrunal Bhojak
    First published:May 04, 2021, 08:44 am

    ટૉપ ન્યૂઝ