Home /News /business /

Petrol Diesel Prices Today : સપ્તાહમાં પાંચમીવાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો આપના શહેરમાં કેટલી છે કિંમત

Petrol Diesel Prices Today : સપ્તાહમાં પાંચમીવાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો આપના શહેરમાં કેટલી છે કિંમત

પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

Petrol Diesel Prices Today: સરકારી તેલ કંપનીઓએ રવિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

    મુંબઈ: Petrol Price today, 27 March 2022: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol-Diesel price) કૂદકેને ભૂસકે વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ચાર મહિનાથી સ્થિર હતા, હવે તે દરરોજ વધવા લાગ્યા છે. સરકારી તેલ કંપનીઓએ રવિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ સપ્તાહમાં આ પાંચમો વધારો છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 50 પૈસા અને ડીઝલના ભાવમાં 55 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

    આ સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3.70 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે અને ડીઝલ 90.42 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. આ સપ્તાહની શરૂઆતમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને કારણે કંપનીઓએ 137 દિવસ સુધી તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન ક્રૂડના ભાવ લગભગ 45 ટકા મોંઘા થઈ ગયા છે.

    દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત




























    શહેરનું નામ

    પેટ્રોલ 

    (રુપિયામાં)


    ડીઝલ

    (રુપિયામાં)
    દિલ્હી99.1190.42
    મુંબઈ113.8898.13
    કોલકાતા104.9095.00
    ચેન્નઈ108.5393.57

    આ પણ વાંચો - હાલ સોનાની ખરીદી કરવી કે નહીં? જાણો બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો -  માર્ચ 2020ના ક્રેશ બાદ આ પાંચ સ્ટોક્સે આપ્યું બેસ્ટ રિટર્ન, રોકાણકારોને કર્યા માલામાલ

    દરરોજ બદલાય છે ભાવ

    દરરોજ બદલાય છે કિંમતતમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો.



    પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Crude oil, Diesel, Petrol

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन