Home /News /business /

Petrol Diesel Prices : ક્રૂડનાં ભાવ 100 ડોલરની નીચે, શું પેટ્રોલ-ડીઝલ પણ સસ્તુ થયું, ચેક કરો આજનો લેટેસ્ટ ભાવ

Petrol Diesel Prices : ક્રૂડનાં ભાવ 100 ડોલરની નીચે, શું પેટ્રોલ-ડીઝલ પણ સસ્તુ થયું, ચેક કરો આજનો લેટેસ્ટ ભાવ

પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર

ગ્લોબલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં નરમી વચ્ચે સોમવારે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલનાં નવાં રેટ જાહેર કરી દીધા છે. આજે પણ ઓઇલનાં ભાવમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. કંપનીઓએ છેલ્લે 6 એપ્રિલનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધાર્યા હતાં. જે બાદથી તેનો ભાવ સ્થિર છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ગ્લોબલ માર્કેટલમાં ક્રૃડ ઓઇલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયો છે. આ વચ્ચે સરકારી તેલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ-ડીઝલનાં નવાં રેટ જાહેર થયા છે. કંપનીઓએ આજે પણ કિંમતમાં કોઇ બદલાવ નથી કર્યો.

    ઓઇલ કંપનીઓએ અંતે 6 એપ્રિલનાં પેટ્રોલ ડીઝલનાં ભાવ વધાર્યા હતાં. આ બાદ ગત 20 દવસોથી તેનાં ભાવમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. દેશનાં ચાર મહાનગર સહિત સૌથી પ્રમુખ શહેરમાં ઓઇલનાં ભાવ સ્થિર થઇ ગયા છે. રાજધાની દિલ્હીાં પેટ્રોલ 105.41 રૂપિયા અને મુંબઇમાં 120.51 રૂપિયે લિટર થઇ ગયું છે. ડીલર્સનું કહેવું છે કે ,ગ્લોબલ માર્કેટમાં ક્રૃડ ઓઇલ 98 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયો છે.

    ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

    -દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
    -મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
    - ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
    -કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

    આ શહેરોમાં પણ નવાં ભાવ પર કરી લો નજર
    - અમદાવાદમાં પેટ્રોલ 105.02 રૂપિયા અને ડીઝલ 99.40 રૂપિયા પ્રતિ લીટર
    - વડોદરામાં પેટ્રોલ 104.54 રૂપિયા અને ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર
    -સુરતમાં પેટ્રોલ 104.83 રૂપિયા અને ડીઝલ 99.27 રૂપિયા પ્રતિ લીટર
    - રાજકોટમાં પેટ્રોલ 104.89 રૂપિયા અને ડીઝલ 99.21 રૂપિયા પ્રતિ લીટર
    -ગાંધીનગરમાં પેટ્રોલ 105.35 રૂપિયા અને ડીઝલ 99.71 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે

    પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા જોવા મળી રહ્યા છે.

    તમે આજની નવી કિંમત આ રીતે જાણી શકો છો

    તમે SMSદ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક દર પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઈલનાં ગ્રાહકો RSP લખી 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP લખી 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ગ્રાહકો HPPprice લખી 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Diesel Price, Petrol price, Vadodara, અમદાવાદ, ગાંધીનગર, દિલ્હી, મુંબઇ, રાજકોટ, સુરત

    આગામી સમાચાર