Home /News /business /

જાહેર થયા પેટ્રોલ-ડીઝલનાં નવાં ભાવ, મોટા શહેરોમાં થયો બદલાવ, જાણો આજનો ભાવ

જાહેર થયા પેટ્રોલ-ડીઝલનાં નવાં ભાવ, મોટા શહેરોમાં થયો બદલાવ, જાણો આજનો ભાવ

પેટ્રોલ-પંપ પર લાઈન (ફાઇલ તસવીર)

Petrol Diesel Prices Today: દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયે પ્રતિ લીટર વેંચાઇ રહ્યું છે. આજે પણ દેશનાં ચાર મહાનગરોમાં તેલનાં ભાવમાં કોઇ બદલાવ થયો નથી. પણ ગુરુગ્રામ, જયપુર જેવાં મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ બદલાયા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સરકારી ક્રૂડ ઓઇલ કંપનીઓએ શુક્રવારનાં દિલ્હી સહિત દેશનાં ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી. જોકે, ગુરુગ્રામ, નોએડા, જયપુર જેવાં શહેરમાં ભાવ બદલાયા છે.

    અંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવમાં સતત વધારો છતાં તસરકારી તેલ કંપનીઓ ચૂંટણીનાં દબાણને કારણે ભાવ વધારી રહ્યાં નથી. ત્રણ મહીનાથી પણ વધુ સમયથી દિલ્હી સહિત સમગ્ર દેશનાં મોટા મોટા શહેરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ થયો નથી. પેટ્રોલનો ભાવ હાલમાં સૌથ વધુ મુંબઇમાં છે. ત્યાં 110 રૂપિયે લીટર પેટ્રોલ વેંચાઇ રહ્યું છે. કંપનીઓ મેટ્રો શહેર છોડીને મોટા શહેરોમાં ભાવમાં સામાન્ય બદલાવ કરી રહી છે.

    આ પણ વાંચો: શું FDમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

    દેશનાં ચાર મહાનગર સહિત મુખ્ય શહેરોમાં આજનો ભાવ

    -દિલ્હી પેટ્રોલ - 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર
    -મુંબઇમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર
    -ચેન્નઇ પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 9143 રૂપિયા પ્રતિ લીટર
    -કોલકત્તા પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર
    -ગાંધીનર પેટ્રોલ 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર
    -અમદાવાદ પેટ્રોલ 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર
    -બેંગલુરુ પેટ્રોલ 100.58 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયા પ્રતિ લીટર
    -લખનઉ પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર
    -પટના પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો:  ઘરે બેઠા શરૂ કરો બિઝનેસ, SBI આપી રહી છે મોકો

    આ શહેરોમાં બદલાયો ભાવ
    -ગુરુગ્રામ પેટ્રોલ 95.90 રૂપિયા ડીઝલ 87.11 રૂપિયા પ્રતિ લીટર
    -નોયેડા પેટ્રોલ 95.73 રપિયા અને ડીઝલ 87.21 રૂપિયા પ્રતિ લીટર
    -જયપુર પેટ્રોલ 106.89 રૂપિયા અને ડીઝલ 90.55 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ-

    દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાવ થાય છે. સવારે 6 વાગ્યે જ નવાં રેટ્સ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચાર્જ જોડાયા બાદ તેનો ભાવ બમણોથઇ જાય છે.

    આ રીતે જાણી શકો છો આજનો તાજા ભાવ-

    પેટ્રોલ ડીઝલનાં રોજનાં ભાવ આપ SMS દ્વારા પણ જાણી શકો છે. (How to check diesel petrol price daily) ઇન્ડિયન ઓઇલનાં કસ્ટમર RSP લખી 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP લખી 9223112222 નંબર પર મોકલી જાણકારી મેળવી શકો છો. તો, HPCLનાં ગ્રાહકો HPPrice લખી 9222201122 નંબર પર મોકલી ભાવ મેળવી શકો છો.

    ક્રૂડ ઓઇલ- ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)નાં આંતરરાષ્ટ્રીય ભાવમાં 93 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલનો આ રેટ ગત સાત વર્ષમાં હાઇએસ્ટ છે. જેમાં તેજીની આશંકા જતાવવામાં આવી રહી છે. માંગની સરખામણીએ ઓછી ગ્લોબલ સપ્લાય રશીયા અને પશ્ચિમી દેશ વચ્ચે વધતો તણાવ અને અમેરિકામાં ખરાબ હવામાનને કારણે ક્રૂડનાં ભાવ સતત વધી રહ્યાં છે.

    એક્સપર્ટ્સનું કહેવું છે કે, મજબૂત ડિમાન્ડને જોતા જલદી જ ક્રૂડનાં ભાવ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ફક્ત આ વર્ષે તેનો ભાવ આશરે 20 ટકા વધ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    આગામી સમાચાર