Home /News /business /Petrol-Diesel Price Today: આ શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ દેશમાં સૌથી વધુ, લગભગ 100 રૂપિયા પ્રતિ લીટર

Petrol-Diesel Price Today: આ શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ દેશમાં સૌથી વધુ, લગભગ 100 રૂપિયા પ્રતિ લીટર

બુધવારે પેટ્રોલમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 25 પૈસા પ્રતિ લીટરનો થયો વધારો, જાણો કેટલે પહોંચી કિંમત

બુધવારે પેટ્રોલમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 25 પૈસા પ્રતિ લીટરનો થયો વધારો, જાણો કેટલે પહોંચી કિંમત

નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓ તરફથી સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol-Diesel Price Today) વધારો કરવામાં આવ્યો છે. સમયાંતરે સતત થઈ રહેલા વધારાથી પેટ્રોલ અને ડીઝલની કિંમત ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. રાજસ્થાન (Rajasthan)ના ગંગાનગર (Ganganagar) શહેરમાં પેટ્રોલનો ભાવ બુધવારે ભારતમાં સૌથી વધુ 98.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. બીજી તરફ ડીઝલનો ભાવ 89.73 રૂપિયા પ્રતિ લીટર છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા સુધીનો વધારો થયો છે. બીજી તરફ ડીઝલનો ભાવ 25 પૈસા વધી ગયો છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સતર પર પહોંચી ગયા છે.

આ કારણે વધી રહ્યા છે ભાવ

આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલ (Crude Oil)ની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે, જેની સીધી અસર છૂટક ઈંધણના વેચાણ ઉપર પણ પડી રહી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે. આ જ કારણ છે કે છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Rate) વધ્યા છે.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 10 February 2021)

દિલ્હી- પેટ્રોલ 87.60 રૂપિયા અને ડીઝલ 77.73 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 94.12 રૂપિયા અને ડીઝલ 84.63 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 88.92 રૂપિયા અને ડીઝલ 81.31 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 89.96 રૂપિયા અને ડીઝલ 82.90 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો, Teddy Day 2021: કેમ ઉજવવામાં આવે છે ટેડી ડે, જાણો પાર્ટનરને કયું Teddy કરશો ગિફ્ટ

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએ લ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ મહિનામાં DAમાં થશે 4%નો વધારો! જાણો કેટલું થશે મોંઘવારી ભથ્થું

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
First published:

Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત