Home /News /business /રશિયા-અમેરિકાના 'યુદ્ધ'માં ભારતને ફાયદો, પુતિને આપી સૌથી સસ્તા ક્રૂડ ઓઇલની ઓફર

રશિયા-અમેરિકાના 'યુદ્ધ'માં ભારતને ફાયદો, પુતિને આપી સૌથી સસ્તા ક્રૂડ ઓઇલની ઓફર

અધિકારીઓ જણાવે છે કે આ “બિગ ડિસ્કાઉન્ટ ઓફર” છેલ્લા બે મહિનામાં ઇરાક તરફથી મળેલી ઓફર કરતા પણ ઘણી સારી છે (પ્રતિકાત્મક તસવીર)

Crude Oil - રશિયાએ એક નવી ઓફર ભારત સમક્ષ મૂકી છે. જેમાં પહેલાંથી ઘણી ઓછી કિંમતે મોસ્કો ભારતને પેટ્રોલિયમ આપવા તૈયાર છે

    રશિયાના (russia)ક્રૂડ ઓઇલ (Crude Oil Price)પર G7 રાષ્ટ્રો અને યુએસ તરફથી પ્રતિબંધો લાદવામાં આવતા તેનો ફાયદો ભારતને (india)થઇ શકે છે. અસલમાં હયાત પરિસ્થિતિમાંથી બહાર નીકળવા રશિયાએ એક નવી ઓફર ભારત સમક્ષ મૂકી છે. જેમાં પહેલાંથી ઘણી ઓછી કિંમતે મોસ્કો ભારતને પેટ્રોલિયમ (Crude Oil)આપવા તૈયાર છે. બિઝનેસ સ્ટાન્ડર્ડની એક રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    વિદેશ મંત્રાલય (MEA)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સૈદ્ધાંતિક રીતે આના બદલે ભારતે G7ના પ્રસ્તાવને મંજૂર કરવો જોઈએ નહીં. બધા પાર્ટનર સાથે વાતચીત કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. અધિકારીઓ જણાવે છે કે આ “બિગ ડિસ્કાઉન્ટ ઓફર” છેલ્લા બે મહિનામાં ઇરાક તરફથી મળેલી ઓફર કરતા પણ ઘણી સારી છે.

    મે મહિનામાં લગભગ 110 ડોલર પ્રતિ બેરલના ઇન્ડિયન ક્રૂડ ઈમ્પોર્ટ બાસ્કેટ પ્રાઈસની સરખામણીએ રશિયાનું ક્રૂડ ઓઇલ 16 ડોલર પ્રતિ બેરલ સસ્તું પડ્યું હતું. જૂનમાં આ ડિસ્કાઉન્ટ પ્રતિ બેરલ 14 ડોલર રહી ગયું હતું. જયારે Indian cruide basketની એવરેજ 116 ડોલર પ્રતિ બેરલ હતી. અધિકારીઓએ કહ્યું કે ઓગસ્ટમાં Indian cruide basketની પ્રાઈસની તુલનામાં રશિયન ક્રૂડ 6 ડોલર પ્રતિ બેરલથી પણ સસ્તું પડતું હતું.

    આ પણ વાંચો - 50 વર્ષે નિવૃત્તિ લઈને દુનિયા ફરવા 30 વર્ષે જ આ રીતે પ્લાનિંગ કરો અને પછી જીવો મજાની લાઈફ

    ભારતના સૌથી મોટા ક્રૂડ સપ્લાયરે જૂનના અંતમાં રશિયાને ભાવમાં પછાડી દીધું, જયારે તેના ક્રૂડની રેન્જ રશિયન ઓઇલની સરખામણીએ 9 ડોલર સસ્તું પડી રહ્યું હતું. તેથી કિંમતની દ્રષ્ટિએ સંવેદનશીલ બજાર ઈરાક તરફ ઝૂકી ગયું હતું.

    રશિયા પહોંચ્યું ત્રીજા સ્થાન પર


    જેના પરિણામ સ્વરૂપે ભારતને તેલનો પુરવઠો પહોંચાડનાર દેશોમાં રશિયા ત્રીજા સ્થાને જતું રહ્યું હતું. જે દેશને કુલ પુરવઠાના 18.2 ટકા પુરવઠો પૂરો કરે છે. સાઉદી અરબ (20.8 ટકા) અને ઇરાક (20.6 ટકા) ભારતના બે મોટા સપ્લાયર છે.

    યુરોપિયન યુનિયન સાથે G7 દેશ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જપાન, યુકે અને અમેરિકા હાલમાં રશિયાના ક્રૂડ પર પ્રાઇસ કેપ લગાવવ માટે દબાણ સર્જી રહ્યું છે.

    રશિયાને લાગશે બે મોટા ઝટકા


    પશ્ચિમી મિત્ર રાષ્ટ્રો આ દ્વારા મોસ્કોની આર્થિક કમર તોડવા માંગે છે. જે એનર્જીના કિંમતોમાં આવેલા ઉછાળાને કારણે સતત નફામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલ કેપ 5 ડિસેમ્બર, 2022થી લાગુ થશે. તેમજ રીફાઇન્ડ પ્રોડક્ટ પર તે 5 ફેબ્રુઆરી, 2023થી લાગુ થશે.
    First published:

    Tags: Crude oil, Crude oil price, Russia, Russia news