Petrol Diesel Price Today: જન્માષ્ટમીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું થયો ફેરફાર? જાણો આપના શહેરના Rates

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: જન્માષ્ટમીએ લાંબો પ્રવાસ શરૂ કરતાં પહેલા ચેક કરી લો આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • Share this:
    Petrol Diesel Price, 30 August 2021: પેટ્રોલ-ડીઝલના વધતા-ઘટતા ભાવની અસર આપણા બજેટ પર પડતી હોય છે. તેથી આપણે રોજ તેના ભાવમાં થઈ રહેલા ફેરફાર પર સતત નજર રાખીએ છીએ. સોમવાર, 30 ઓગસ્ટ 2021 જન્માષ્ટમીના (Janmashtami) દિવસે સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતોમાં (Diesel Price Today) આજે પણ કોઈ ફેરફાર નથી કરાયો. ગત સપ્તાહ મંગળવાર બાદથી કિંમતો સ્થિર છે. ઈંધણના ભાવમાં (Fuel Rates) છેલ્લીવાર ફેરફાર 24 ઓગસ્ટ 2021ના રોજ જોવા મળ્યો હતો. ત્યારે દેશના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો.

    મેક્સિકોના ઓફશોર પ્લેટફોર્મ પર થયેલી દુર્ઘટનાની અસર હવે બજાર ઉપર પણ દેખાવાની શરૂ થઈ ચૂકી છે. ત્યાં દરરોજ લગભગ 4,00,000 બેરલ કાચા તેલનું ઉત્પાદન થતું હતું. કોરોનાના કેસ ઓછા થવાથી દુનિયામાં ફરી એક વાર કાચા તેલની માંગ વધી છે. સપ્તાહના અંતિમ દિવસે બ્રેંટ ક્રૂડ 73 ડૉલરની નજીક પહોંચી ગયું.

    આ પણ વાંચો, 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે રોજિંદા જીવન સાથે જોડાયેલા આ 8 નિયમ, સામાન્ય જનતા પર પડશે સીધી અસર

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 30 August 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.52 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.20 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.82 રૂપિયા અને ડીઝલ 91.98 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.79 રૂપિયા અને ડીઝલ 89.49 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.98 રૂપિયા અને ડીઝલ 94.34 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.56 રૂપિયા અને ડીઝલ 89.29 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.66 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર

    અમદાવાદ અને સુરતના ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.27 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.12 રૂપિયા અને ડીઝલ 95.65 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Auto News: અડધાથી ઓછી કિંમત પર ખરીદો Mahindraની સ્કોર્પિયો, XUV500 અને TUV300, જાણો તમામ વિગત

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: