Home /News /business /Petrol-Diesel Prices: પેટ્રોલ 3 રૂપિયા સસ્તું થાય તેવી શક્યતા, જાણો તમારા શહેરનો ભાવ શું હશે

Petrol-Diesel Prices: પેટ્રોલ 3 રૂપિયા સસ્તું થાય તેવી શક્યતા, જાણો તમારા શહેરનો ભાવ શું હશે

જાણો તમારા શહેરમાં આજે પેટ્રોલ-ડીઝલનો ભાવ શું હશે - ફાઇલ તસવીર

Petrol-Diesel Prices: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે કડાકો નોંધાયો છે. ત્યારે ભારતમાં પેટ્રોલ - ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ ગગડ્યો છે. ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લા સાત મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 92 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેન્ડ કરે છે. પરંતુ દેશમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. 21મી મેએ કેન્દ્ર સરકારે છેલ્લી વાર પેટ્રોલ-ડીઝલન એક્સાઇડ ડ્યૂટી ઓછી કરી હતી. આ પછી સમગ્ર દેશમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું.

    3 રૂપિયા સુધી પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે


    એક્સપર્ટનું કહેવું છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા ઓછા થઈ શકે છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઇલ 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતું, જે જૂનમાં 125 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું. અત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 92.84 પ્રતિ રૂપિયા છે.

    આ પણ વાંચોઃ શું ભારતના આ પાડોશી દેશમાં પણ શ્રીલંકા જેવું સંકટ છે?

    તમારા શહેરનો ભાવ શું હશે?


    શહેરપેટ્રોલનો ભાવ (રૂપિયામાં)ડીઝલનો ભાવ (રૂપિયામાં)
    નવી દિલ્હી96.7289.62
    મુંબઈ111.3597.28
    ચેન્નઈ102.6394.24
    કોલકાતા106.0392.76
    નોઇડા96.5789.96
    લખનૌ96.5789.76
    જયપુર108.4893.72
    તિરુવનંતપુરમ107.7196.52
    પોર્ટબ્લેયર84.179.74
    પટના107.2494.04
    ગુરુગ્રામ97.1890.05
    બેંગ્લોર101.9487.89
    ભુવનેશ્વર103.1994.76
    ચંદીગઢ96.284.26
    હૈદરાબાદ109.6697.82
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Crude oil prices, Diesel petrol price, Petrol diesel prices today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन