Home /News /business /

Petrol Diesel Price Today: મહિનાના છેલ્લા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું થયો ફેરફાર? ફટાફટ કરો ચેક

Petrol Diesel Price Today: મહિનાના છેલ્લા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું થયો ફેરફાર? ફટાફટ કરો ચેક

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: આપના શહેરમાં વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ્સ

    Petrol Diesel Price, 31 August 2021: સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) મંગળવાર (31 ઓગસ્ટ 2021) માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. ઈન્ડિયન ઓઇલની (Indian Oil) વેબસાઇટ મુજબ, આજે ઇંધણની કિંમતોમાં (Fuel Rates) કોઈ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. મૂળે, પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ એક સપ્તાહથી સ્થિર છે.

    ગત સપ્તાહે મંગળવાર બાદથી ઇંધણની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરાયો. પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતોમાં (Diesel Price Today) છેલ્લીવાર ફેરફાર 24 ઓગસ્ટ, 2021ના રોજ કરાયો હતો. ત્યારે દેશના અનેક શહેરોમાં ઇંધણના ભાવમાં ઘટાડો થયો હતો. આમ જોવા જઈએ તો લાંબા સમયથી પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો નથી થયો, કારણ કે પહેલા લગભગ એક મહિના સુધી પેટ્રોલનો ભાવ સ્થિર રહ્યો હતો અને પછી તેની કિંમતોમાં ઘટાડો આવ્યો હતો.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 31 August 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.52 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.20 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.82 રૂપિયા અને ડીઝલ 91.98 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.79 રૂપિયા અને ડીઝલ 89.49 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.98 રૂપિયા અને ડીઝલ 94.34 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.56 રૂપિયા અને ડીઝલ 89.29 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.66 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર

    અમદાવાદ અને સુરતના ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.27 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.12 રૂપિયા અને ડીઝલ 95.65 રૂપિયા પ્રતિ લીટર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Maruti Suzukiએ પોતાની તમામ કારની કિંમત વધારી, જાણો ક્યારે લાગુ થશે નવી કિંમત

    આ પણ વાંચો, VIRAL: 12 વર્ષના બાળકે સ્કૂલની રજાઓમાં ઘરે બેઠા 2 કરોડ રૂપિયાની કરી કમાણી, કર્યું આ જોરદાર કામ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Diesel, Diesel Price, Petrol, Petrol price

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन