Home /News /business /Petrol-Diesel Price Today: આજે ફરીથી મોંઘુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો તમારા શહેરનો ભાવ

Petrol-Diesel Price Today: આજે ફરીથી મોંઘુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં આવતા આજે તારીખ 11ના રોજ દેશભરમાં દેખાવો અને ધરણાનો કાર્યક્રમ યોજશે.

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં આવતા આજે તારીખ 11ના રોજ દેશભરમાં દેખાવો અને ધરણાનો કાર્યક્રમ યોજશે.

    Today Petrol-Diesel Prices in India 11 June 2021: તેલ કંપનીઓએ આજે એટલે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. ભારતીય બજારોમાં પેટ્રોલ 29 પૈસા લીટર અને ડીઝલ 28 પૈસા લીટર મોંઘુ થયું છે. તેલ કંપનીઓમાં થયેલ બદલાવ બાદ શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 95.85 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. જ્યારે ડીઝલનો રેટ 86.75 રુપિયા પ્રતિ લીટર થયો છે.

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 11 June 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 95.85 રૂપિયા અને ડીઝલ 86.75 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 101.04 રૂપિયા અને ડીઝલ 94.15 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 97.19 રૂપિયા અને ડીઝલ 91.42 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 95.80 રૂપિયા અને ડીઝલ 89.60 રૂપિયા પ્રતિ લીટર છે.

    શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ટીમની જાહેરાત, શિખર ધવન કેપ્ટન, ચેતન સાકરીયા અને પડિક્કલને મળી તક

    દેશભરમાં આજે કૉંગ્રેસ પ્રદર્શન કરશે

    પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં આવતા આજે તારીખ 11ના રોજ દેશભરમાં દેખાવો અને ધરણાનો કાર્યક્રમ યોજશે. કોરોના સહિતની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા પાંચ માસમાં 43 વખત ભાવ વધારો થયો છે. છેલ્લા 13 માસમાં પેટ્રોલમાં રૂ.25.72 અને ડીઝલમાં રૂ.27.93 નો ધરખમ વધારો થયો છે. જેને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે.

    પતિ નિખિલ જૈનનો ખુલાસો,કહ્યું-'લગ્ન રજીસ્ટર કરાવવાની ના પાડતી રહી નૂસરત જહાં'

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    First published: