Home /News /business /

Petrol Price Today: આજે ફરી મોંઘાં થયા પેટ્રોલ-ડીઝલ, મુંબઈમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

Petrol Price Today: આજે ફરી મોંઘાં થયા પેટ્રોલ-ડીઝલ, મુંબઈમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

પ્રતિકાત્મક તસવીર

એક મહિનામાં ડીઝલમાં 4.13 રૂપિયા અને પેટ્રોલમાં 3.59 રૂપિયા પ્રતિ લીટર ભાવવધારો ઝીંકાયો, ફટાફટ જાણો આપના શહેરના રેટ્સ

    નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ (Petrol Diesel Prices Today) સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) આજે ફરીથી તમામ શહેરોમાં ઇંધણના ભાવ (Fuel Prices)માં વધારો કરી દીધો છે. આજે પેટ્રોલ (Petrol Price Today) 26થી 30 પૈસા અને ડીઝલ (Diesel Price Today) 28થી 31 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે. નોંધનીય છે કે, પેટ્રોલની કિંમતમાં ચૂંટણી બાદથી જ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે તેની કિંમત ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે.

    જાણો આ મહિને કેટલા મોંઘાં થયા પેટ્રોલ અને ડીઝલ

    આ મહિનામાં અનેક હપ્તામાં ફ્લૂઇલની પ્રાઇઝ (Fuel Prices) વધારવામાં આવી છે. ચૂંટણી બાદ સમયાંતરે 16 દિવસમાં જ પેટ્રોલ 3.59 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. તો બીજી તરફ ડીઝલ 4.13 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.

    આ પણ વાંચો, 1 જૂનથી મોંઘી થશે હવાઈ મુસાફરી, લોઅર પ્રાઇઝ બેન્ડમાં 13થી 16 ટકાનો વધારો

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 29 May 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 93.94 રૂપિયા અને ડીઝલ 84.89 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 100.19 રૂપિયા અને ડીઝલ 92.17 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 95.51 રૂપિયા અને ડીઝલ 89.65 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 93.97 રૂપિયા અને ડીઝલ 87.74 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Sarkari Naukri 2021: ધોરણ-8, ધોરણ-10 અને ધોરણ-12 પાસ માટે ભારતીય સેનામાં નોકરીની તક


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર