Home /News /business /

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આગ, આ શહેરોમાં પેટ્રોલ 100ને પાર

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આગ, આ શહેરોમાં પેટ્રોલ 100ને પાર

સરકારી ઓઇલ કંપનીઓ રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરે છે. (પ્રતીકાત્મક તસવીર)

સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો આપના શહેરમાં કેટલો વધ્યો ભાવ

    Petrol Diesel Prices Today: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો (Petrol Diesel Price in India)માં આગ લાગેલી છે. દર બીજા દિવસે ઈંધણના ભાવોમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મે મહિનામાં કુલ 16 દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. એક તો પેટ્રોલ અને ડીઝલ પોતાના ઉચ્ચતમ સ્તરે વેચાઈ રહ્યા છે. બીજી તરફ દેશના અનેક શહેરોમાં પેટ્રોલ (Petrol Price Today) 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘું વેચાઈ રહ્યું છે. ડીઝલના ભાવ (Diesel Price Today) પણ આ શહેરોમાં રેકોર્ડ સ્તર પર છે.

    અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    સોમવારે મુંબઈમાં પેટ્રોલ 100.47 રૂપિયા પ્રતિ લીટરના ભાવથી વેચાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના પરભનીમાં પણ પેટ્રોલ પહેલા જ 100ને પાર વેચાઈ રહ્યું હતું. અહીં આજે પેટ્રોલની કિંમત 102.27 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ રાજસ્થાનના શ્રીગંગાનગર અને મધ્ય પ્રદેશના અનૂપપુર અને ભોપાલમાં પણ પેટ્રોલ 100 રૂપિયાની ઉપર છે. ભોપાલમાં પેટ્રોલની કિંમત 102.04 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, IPL 2021 Phase 2 Dates: 17 સપ્ટેમ્બરથી શરૂ થશે આઇપીએલનું બીજું ચરણ, 10 ઓક્ટોબરે ફાઇનલ!

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 31 May 2021)

    દિલ્હી- પેટ્રોલ 94.23 રૂપિયા અને ડીઝલ 85.15 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 100.47 રૂપિયા અને ડીઝલ 92.45 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 95.76 રૂપિયા અને ડીઝલ 89.90 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 94.25 રૂપિયા અને ડીઝલ 88 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, OMG: રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન, કોઈએ ભૂત

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર