દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રવિવારે 14માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. રવિવારે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 16 પૈસા અને મુંબઇમાં 17 પૈસા વધ્યો છે. દિલ્હીમાં રવિવારે પેટ્રોલનો ભાવ રૂ. 78 સુધી પહોંચી ગયો છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલની કિંમત રૂ.86ની આસપાસ પહોંચ્યું છે.
રાજ્યોની રાજધાનીની વાત કરીએ તો રવિવારે ભોપાલમાં 83.74, ગેગટોકમાં 81.10, ગુવાહાટીમાં 80.33, હૈદરાબાદ 82.76, જયપુરમાં 80.90, જલંધરમાં 83.38, પટણામાં 83.59, શ્રીનગરમાં 82.50 અને ત્રિવેન્દ્રમ 82.30 થયા છે.
14 દિવસમાં 3.49 રૂપિયા વધ્યા પેટ્રોલના ભાવ
કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં રાખીને 24 એપ્રિલથી 13 એપ્રિસ સુધી 19 દિવસોમાં ડેઇલી પ્રાઇઝ રિવિઝન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે 14 મે બાદ ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. 14 દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થતો જાય છે. 13 મેના દિવસે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 74.63 રૂપિયા પ્રતિ લિટર હતી. જે 27 મેના દિવસે વધીને 78.12 રૂપિયા થઇ ગઇ છે. આમ સતત 14 દિવસોમાં પેટ્રોલના ભાવમાં રૂ.3.29નો વધારો થયો છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર