Home /News /business /પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો! 17મીએ મંત્રી સમિતિની બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો! 17મીએ મંત્રી સમિતિની બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
hdj
નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman)ની અધ્યક્ષતામાં શુક્રવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેટ્રોલ અને ડીઝના ભાવને જીએસટીના દાયરામાં (Petrol-Diesel under GST)લેવાનો પ્રસ્તાવ વિચાર રજૂ થઈ શકે છે.
નવી દિલ્હી: સામાન્ય માણસોને આસામને પહોંચેલા પેટ્રોલ ડિઝલના (Petrol-Diesel Prices Hike) ભાવથી રાહત મળી શકે છે. જેના માટે કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલને જીએસટીના (Petrol-Diesel under GST) દાયરામાં લાવવાનો નિર્ણય કરી શકે છે. ખરેખર જીએસટી પર મંત્રી સ્તરીય સમિતિની એક રાષ્ટ્રીય બેઠકમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને ટેક્સના દાયરામાં લેવાની વિચારણ થઈ શકે છે. તેનાથી ગ્રાહકોની કિંમતો (Consumers Prices) અને સરકારની આવકમાં મોટા ફેરફારોના દરવાજા ખુલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ(FM Nirmala Sitharaman)ની અધ્યક્ષતાવાળી આ સમિતિ 17 સપ્ટેમ્બર, 2021 ના રોજ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાના પ્રસ્તાવની તપાસ કરશે.
વ્યવસ્થામાં બદલાવ લવવા માટે કેટલા સભ્યોની મંજૂરી?
જીએસટી સિસ્ટમમાં કોઈ પણ બદલાવ કરવા માટે સમિતિના 3/4 ભાગના સભ્યોની મંજૂરી મળવી જરૂરી છે, જેમાં તમામ રાજ્યોના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. જોકે, તેમાંથી અમૂક લોકોએ પેટ્રોલિમ પ્રોડક્ટને જીએસટી સિસ્ટમમાં સામેલ કરવા પર વિરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે તેનાથી રાજ્યોની એક મહત્વની ગણાતી મૂળી સીધી કેન્દ્ર સરકારના હાથમાં ચાલી જશે. જણાવી દઈએ કે, કોર્ટે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા પર વિચાર કરવા પણ કહ્યું હતું. જોકે, નાણાં મંત્રાલય કે તેના પ્રવક્તા તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાથી કેન્દ્ર સરકારને કિંમતો ઘટાડવામાં મદદ મળશે. મહત્વનું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા ટેક્સને કારણે તાજેતરના મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. ડીઝલ અને ગેસોલિન દેશના અડધાથી વધુ બળતણ વાપરે છે. દેશમાં ઈંધણની કિંમતના અડધાથી વધુ ભાગ ટેક્સનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શુક્રવારની બેઠકમાં, GST પેનલ કોવિડ -19ની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ પર 31 ડિસેમ્બર, 2021 સુધી છૂટ આપવા પર વિચાર કરશે. સીએનબીસી-ટીવી 18ના અહેવાલ અનુસાર પેનલ અમુક નવીનીકરણીય સાધનો પર 12 ટકા અને લોખંડ, તાંબુ અને અન્ય ધાતુ ઓર પર જીએસટીને 18 ટકા સુધી વધારવા પર પણ વિચાર કરી શકે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર