Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતે વધારી ચિંતા, સતત ત્રીજા દિવસે થયા મોંઘા

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતે વધારી ચિંતા, સતત ત્રીજા દિવસે થયા મોંઘા
ત્રણ દિવસમાં લગભગ 1 રુપિયા મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, ફટાફટ જાણી લો આપના શહેરનો આજનો ભાવ

ત્રણ દિવસમાં લગભગ 1 રુપિયા મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, ફટાફટ જાણી લો આપના શહેરનો આજનો ભાવ

  • Share this:
    નવી દિલ્હી. નવા વર્ષની શરૂઆતથી પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today) સતત વધી રહ્યા છે. આ વધારાના કારણે આટલા જ દિવસોમાં પેટ્રોલ-ડીઝલ 4 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. સમયાંતરે મોંઘા થઈ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. એવામાં બુધવારે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી ધમેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)એ રાજ્યસભા (Rajya Sabha)માં એક લેખિત જવાબમાં કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાં કોઈ ઘટોડો નહીં કરે.

    પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર લાગનારા ટેક્સને ઘટાડવાનો હજુ કોઈ પ્રસ્તાવ નથી. તેઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવો કે ઓછો કરવો સરકારની જરૂરિયાતો અને માર્કેટની સ્થિતિ જેવા અનેક પાસાઓ પર નિર્ભર કરે છે.



    ત્રણ દિવસમાં લગભગ 1 રુપિયા મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ

    માત્ર 3 દિવસના વધારાથી પેટ્રોલ અને ડીઝલ લગભગ 1 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. દિલ્હીમાં મંગળવાર અને બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી 60 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. બીજી તરફ આજે 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ત્યારબાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 87.85 રૂપિયા થઈ ગયો. જો ડીઝલની વાત કરીએ તો આજે 78.03 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

    આ પણ વાંચો, Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ પર બબીતા લાલઘૂમ, Sorryથી પણ ન બની વાત

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 11 February 2021)

    દિલ્હી- પેટ્રોલ 87.85 રૂપિયા અને ડીઝલ 78.03 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 94.36 રૂપિયા અને ડીઝલ 84.94 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 89.16 રૂપિયા અને ડીઝલ 81.61 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 90.81 રૂપિયા અને ડીઝલ 83.18 રૂપિયા પ્રતિ લીટર છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએ લ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, 6000mAh બેટરીની સાથે આજે લૉન્ચ થશે દમદાર બજેટ સ્માર્ટફોન, 8 હજારથી પણ ઓછી હશે કિંમત!

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 11, 2021, 08:21 am

    ટૉપ ન્યૂઝ