Petrol Diesel Price Today: ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો કરી જાહેર, જાણો આપના શહેરનો ભાવ

Fuel prices unchanged: ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો, ફટાફટ ચેક કરો આપના શહેરના રેટ્સ

Fuel prices unchanged: ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો, ફટાફટ ચેક કરો આપના શહેરના રેટ્સ

  • Share this:
    Petrol Diesel Price, 26 August 2021: સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) ગુરૂવાર, 26 ઓગસ્ટ 2021 માટે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતો (Diesel Price Today)માં આજે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરાયો. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. ત્યારબાદથી કિંમતો સ્થિર છે. બીજી તરફ, દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચેલી છે. દેશમાં ઈંધણ (Fuel Rates on Record High) રેકોર્ડ હાઇ પણ વેચાઈ રહ્યા છે. તેના કારણે જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કોઈ પણ સામાનના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે, એવામાં સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે.

    મોંઘું થયું કાચુ તેલ

    ચીનમાં કોવિડ-19ના કેસોમાં ઘટાડો આવ્યાના અહેવાલ છે. સાથોસાથ મેક્સિકોની ખાડીમાં કાચા તેલના ઉત્પાદનમાં ભારે ઘટાડાના કારણે આ સપ્તાહે મંગળવારે કાચા તેલના ભાવ (Crude Oil Rates) ઉપર ચઢ્યા છે. બ્રેંટ ક્રૂડમાં 3 ટકાની તેજી નોંધાઈ હતી. બ્રેંટ ક્રૂડ પ્રતિ બેરલ 5 ડૉલર મોંઘું થઈને 71 ડૉલર પ્રતિ બેરલને પાર જતું રહ્યું છે. જોકે, હજુ સુધી ભારતમાં આ વધેલા ભાવની અસર ઈંધણની કિંમતો પર જોવા નથી મળી.

    આ પણ વાંચો, Hero HF Deluxe બાઇક આપે છે 83 કિલોમીટરની માઇલેજ, જાણો કિંમત અને ફીચર્સ

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 26 August 2021)


    >> દિલ્હી પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.52 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.20 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.82 રૂપિયા અને ડીઝલ 91.98 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.79 રૂપિયા અને ડીઝલ 89.49 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.98 રૂપિયા અને ડીઝલ 94.34 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.56 રૂપિયા અને ડીઝલ 89.29 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.66 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર

    અમદાવાદ અને સુરતના ઈંધણના ભાવ ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.27 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.12 રૂપિયા અને ડીઝલ 95.65 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Jio, Airtel અને Vi બેસ્ટ પ્લાન! એક વાર Recharge કરીને આખું વર્ષ કરો ફ્રી કોલિંગ, ડેટા પણ અધધ મળશે

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: